આ જગ્યાએ 15-18 વર્ષના તરુણે વેક્સીન નહીં લીધી હોય તો શાળામાં પ્રવેશ નહીં મળે

PC: zeenews.com

દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કોરોનાના વધતા જતા સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવામાં આવે છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા હવે 15થી 18 વર્ષના તરુણોને વેક્સીન આપવાની મંજૂરી આપવામાં આવી છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં તરુણોને વેક્સીન આપવા માટે અલગ-અલગ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યા છે. તો કેટલાક રાજ્યમાં તો શાળા અને કોલેજોમાં જઈને આ તરુણોને કોરોનાનું કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ શાસિત હરિયાણાએ તરુણોના વેક્સીનેશનને લઇને એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, 15થી 18 વર્ષના જે પણ તરુણ દ્વારા વેક્સીન લેવામાં આવી નહીં હોય તેમને શાળાઓ શરૂ થયા બાદ પણ શાળાની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. માત્ર વેક્સીન લેનાર તરુણને જ શાળામાં અભ્યાસ કરવા માટે પ્રવેશ આપવામાં આવશે.

આ બાબતે હરિયાણા સરકારના મંત્રી અનીલ વીજે દ્વારા એક ટવીટ કરવામાં આવી હતી. તેમને આ ટવીટમાં જણાવ્યું છે કે, 15થી 18 વર્ષના જે પણ બાળકોએ વેક્સીન નહીં લીધી હોય તો તેમને શાળાઓ ફરીથી ખૂલ્યા બાદ પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત આ ટવીટમાં વાલીઓને પણ તેમના બાળકનું વેક્સીનેશન થાય અને બાળક કોરોના સામે સુરક્ષિત રહે તેવી ભલામણ પણ કરવામાં આવી છે.

મહત્ત્વની વાત છે કે, હરિયાણામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. હરિયાણામાં 22 જિલ્લામાંથી 19 જિલ્લા રેડ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે. હરિયાણામાં કોરોનાના કેસ વધતા જે જિલ્લાઓને રેડ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે તેમાં રેલી, ધરણા, પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જિલ્લામાં સિરસા, રેવાડી, જિંદ, ફતેહાબાદ, મહેન્દ્ર ગઢ, કૈથલ, ભીવાની, હિસાર, પંચકુલા, ફરીદાબાદ, ગુરુગ્રામ, અંબાલા, સોનીપત, કરનાલ, પાનીપત, કુરુક્ષેત્ર, યમુના નગર, રોહતક અને ઈજ્જરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં મલ્ટીપ્લેક્ષ અને રંચ મચ બંધ રહેશે. આ ઉપરતા સ્પોટ્સ કોમ્પ્લેક્ષ, સ્ટેડીયમ અને સ્વિમિંગ પૂલ પણ બંધ રાખવામાં આવશે. માત્ર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ટ્રેનીંગના સંબંધમાં જ ખેલાડીઓને જ મંજૂરી આપવામાં આવશે.

સ્ટેડીયમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોનું આયોજન થશે. પરંતુ સ્ટેડીયમમાં એક પણ વ્યક્તિને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. આ જિલ્લાઓમાં મોલ અને માર્કેટ સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરાં 50% ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે અને રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રસ્તા પર કામ વગર અવર-જવર પર પણ પ્રતિબંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp