250 જાનૈયાઓ એક પછી એક ગાડીમાંથી ઉતર્યા અને પછી....

PC: youtube.com

તમારા વિસ્તારમાંથી નીકળતી જાનમાં કારનો મોટો કાફલો હોય તો સાવધાન થઇ જજો કારણકે આ જાનમાં ઇનકમ ટેક્સના અધિકારીઓ પણ હોઈ શકે છે અને તમારી કંપનીમાં રેડ અચાનક સરપ્રાઈઝ રેડ કરી શકે છે. આ જ પ્રકારે કરોડોની કર ચોરી પકડી પાડવા માટે ઈનકમ ટેક્સના અધિકારીઓએ મધ્યપ્રદેશની એક કંપનીમાં રેડ કરી હતી અને કંપનીના અલગ અગલ ઠેકાણાઓને સીલ કરી દીધા હતા.  

મધ્યપ્રદેશમાં કરોડોની કર ચોરી પકડી પાડવા માટે ઇનકમ ટેક્સ વિભાગે અલગ જ રીતે કંપનીના અલગ અલગ ઠેકાણા પર રેડ કરી હતો. ઇનકમ ટેક્સના અધિકારીઓએ પોતાની તમામ ગાડીઓને લગ્નમાં જતી ગાડીઓની જેમ ગાડીઓ પર વરવધુના નામનું સ્ટીકર લગાડ્યું લોકોને ભ્રમિત કરીને કંપનીમાં રેડ કરી. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના મંદસૌરમાં આવેલી અમૃત રીફાઈનરીમાં કરોડોની ટેક્સ ચોરી થવાની બાતમી ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીઓને મળી હતી. આ બાતમીના આધારે ઇનકમ ટેક્સના 250 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ અમૃત રીફાઈનરી કંપનીના અલગ અલગ ઠેકાણાઓ પર જાનૈયાઓ બનીને રેડ કરી હતી.

ઇનકમ ટેક્સ વિભાગની આ પ્રકારની કામગીરીના કારણે લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. કારણ કે, ઇનકમ ટેક્સના અધિકારીઓ પોતાની જાનૈયાની જેમ આવ્યા હતા. રેડ કરવા આવેલા તમામ અધિકારીઓએ પોતાની કારમાં જાનૈયાની કારની જેમ વિકાસ સંગ નિશા લખેલું સ્ટીકર લગાડીને આવ્યા હતા. જેના કારણે કોઈ પણ ઇનકમ ટેક્સના અધિકારીઓ આવ્યા હોવાની જાણ થઈ ન હતી. ઇનકમ ટેક્સના અધિકારીઓએ પોતાની કારનો કાફલો ગણેશ વાટિકામાં આવેલી અમૃત રિફાઇનરીની પાસે ઉભો રાખી દીધો અને ફટાફટ અમૃત રિફાઇનરીના ઠેકાણાઓને સીલ કરી દીધા. આ ઉપરાંત અમૃત રિફાઇનરીના સંચાલક મનોહર ગર્ગના બીજા ઠેકાણાઓ પર પણ દરોડાની કામગીરી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp