ઈનકમ ટેક્સ નોટિસ અસલી કે ફેક, જાણો કઈ રીતે ચેક કરવું

PC: intoday.in

31 ઓગસ્ટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો સમય સમાપ્ત થવાનો છે. ત્યાર પછી RTI ફાઈલ કરવા પર દંડ લાગશે. તો બીજી બાજુ ઈનકમ ડિપાર્ટમેન્ટ તરફથી સમય સમય પર નોટિસ પણ જારી કરનવામાં આવે છે. પણ ડિપાર્ટમેન્ટ તરફથી મળેલ નોટિસ અસલી છે કે નકલી તેની ખબર લગાવવી મુશ્કેલ હોય છે.

જોકે હવે ઈનકમ ટેક્સ વિભાગે એક ખાસ સુવિધાની શરૂઆત કરી છે. જેના માધ્યમથી તમે ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જઈને નોટિસને વેરીફાઈ કરાવી શકો છો.

મતલબ તમે જાણી શકો છો કે આ નોટિસ કે ઓર્ડર સાચેમાં આઈટી વિભાગનો છે કે નહિ. તે માટે સૌથી પહેલા ઈનકમ ટેક્સ વિભાગની વેબસાઈટ પર જવાનું રહેશે.

ત્યાર પછી નીચેની તરફ આઈટી દ્વારા જાહેર કરેલ સૂચના દેખાશે. તે લિંક પર ક્લિક કરો. તેના બીજા સ્ટેપમાં નવું વેબપેજ ખુલી જશે. જે પેજ પર ડોક્યુમેન્ટ મળશે, તે તપાસવા માટે બે વિક્લપ આપવામાં આવશે.

તમે ડોક્યુમેન્ટની ખાતરી તેના નંબર કે પેન, આકારણી વર્ષ, નોટિસ સેક્સન, યર ઓફ ઈશ્યૂથી લગાવી શકો છો. ત્યાર પછી કેપ્ચા દર્જ કરીને સબમિટ પર ક્લિક કરો. તેના બીજા સ્ટેપમાં ડિપાર્ટમેન્ટ તરફથી જોહેર કરેલ નોટિસ દેખાશે, તેની સાથે વેબસાઈટ પર પુશ્ટિનો મેસેજ દેખાશે. આ સુવિધાને ટેક્સપેયરને નકલી નોટિસની સમસ્યાથી આરામ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp