શનિવારથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 1 રૂપિયો નહીં થશે આટલો વધારો

PC: tosshub.com

નાણામંત્રી નિર્મલા સીતારમને આજે બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર સેસ 1-1 રૂપિયો વધારવાની જાહેરાત કરી હતી, જેને કારણે આજ રાતથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઇ જશે. નિર્મલા સીતારમને એક રૂપિયો સેસ અને એક રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી છે.
આ વધારા બાદ પેટ્રોલની કિંમત 2.50 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2.30 રૂપિયાનો વધારો થઇ જશે.

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી, રોડ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર સેસ 1-1 રૂપિયો પ્રતિ લીટર વધારવામાં આવશે. હવે શનિવારથી લોકોને 2 રૂપિયા પ્રતિ લીટર વધારાનો ખર્ચ કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp