ભારતમાં બની રહેલી કોરોના વેક્સીનને મોટી સફળતા, હ્યૂમન ટ્રાયલની મળી મંજૂરી

PC: tosshub.com

ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવેલી રહેલી ભારતને પહેલી કોવિડ-19 વેક્સીન COVAXINના માનવી ક્લીનિકલ ટ્રાયલના પહેલા અને બીજા ચરણ માટે DGCIની પરવાનગી મળી ગઈ છે. ભારતમાં તૈયાર કરવામાં આવી રહેલી આ કોરોના વાયરસની પહેલી વેક્સીન છે, જેને માણસો પર પરીક્ષણ કરવાની મંજૂરી મળી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ પરીક્ષણ જુલાઇ 2020માં શરૂ કરવામાં આવશે. ભારતમાં કોરોના વેક્સીનનું નિર્માણ કરવાની આ કંપની ICMR અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી વેક્સીન તૈયાર કરવાના પ્રયાસોમાં લાગી છે. SARS-CoV-2 તનાવને NIV, પુણેએ અલગ કરી દીધો અને ભારત બાયોટેકમાં સ્થનાંતરિત કરી દેવામાં આવ્યું. ભારત બાયોટેક દ્વારા સ્વદેશી, નિષ્ક્રિય વેક્સીન વિક્સિત અને નિર્મિત કરવામાં આવી રહ્યું છે.

અમેરિકાની કંપની જૉનશન એન્ડ જૉનશન પણ જુલાઇના બે અઠવાડિયા પસાર થયા પછી હ્યુમન ટ્રાયલ શરૂ કરશે. કંપની હ્યૂમન ટ્રાયલ માટે પહેલાથી નક્કી કરેલા સમયથી બે મહિના ઝડપથી કામ કરી રહી છે. કંપનીએ વેક્સીન બનાવવા માટે અમેરિકન સરકાર સાથે પહેલેથી જ ભાગીદારી કરી લીધી છે. કહેવામાં આવ્યું છે કે કંપનીએ વેક્સીનની 1 અબજ ડોઝ બનાવવાની વાત કરી છે. બ્રિટનની પણ કંપનીઓ કોરોનાની વેક્સીનને લઇ ટ્રાયલ કરી રહી છે. આ કંપનીઓ પણ ટૂંક સમયમાં માણસો પર પરીક્ષણ કરવાની તૈયારીમાં છે.

દુનિયાભરમાં 1 કરોડથી વધારે લોકો સંક્રમિત

દુનિયાભરમાં કોરોના વાયરસથી થનારી મોતના આંકડા 5 લાખને પાર થઈ ગયા છે. તેમાંથી બે તૃતીયાંશ મોતો માત્ર અમેરિકા અને યૂરોપમાં થઈ છે. રવિવાર રાત સુધીના આંકડા અનુસાર, દુનિયાભરમાં આ વાયરસથી 500390 લોકોના મોત થયા છે. 1,00,99,576 કોરોના સંક્રમિત કેસો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. ડિસેમ્બરથી ચીનમાં શરૂ થયેલા આ વાયરસથી દુનિયાભરમાં 1 કરોડથી વધારે લોકો સંક્રમિત થઈ ગયા છે.

જાણકારી એ પણ મળી હતી કે કોરોનાને લઇ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા જે વેક્સીન પર કામ કરી રહ્યા છે, તે હવે અંતિમ સ્ટેજ પર પહોંચી ગઇ છે. હવે છેલ્લા સ્ટેજમાં ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવશે, જેમાં એ જાણ થશે કે આખરે આ વેક્સીન કેટલી કારગર છે.

કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોની લિસ્ટમાં ભારત ચોથા સ્થાને છે. કોરોનાના સૌથી વધારે કેસો અમેરિકા, બ્રાઝિલ અને રશિયામાં છે. કોરોના વાયરસથી સૌથી વધુ મોત થનાર લિસ્ટમાં ભારત 8માં સ્થાને છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ પૂરી દુનિયાની તુલનામાં સારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp