ભારત વિશ્વમાં સૌથી વધારે હથિયાર ખરીદનાર દેશ બન્યો

PC: ndtv.com

દુનિયાના તમામ દેશોને પાછળ મૂકીને ભારત સૌથી વધારે હથિયાર ખરીદનાર દેશ બની ગયો છે. 2013થી 1017 સુધીમાં ભારતે દુનિયાભરમાંથી 12મા ભાગના હથિયારો ખરીદ્યા છે. ગ્લોબલ થિંક ટેક સ્ટાકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈનસ્ટીટ્યૂટ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે 2008થી 2012મા અને 2013થી 2014મા તેનું પ્રમાણ 24 ટકા જેટલું નોંધાયું છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતના પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન સાથે વધી રહેલા અંતરને કારણે આ હથિયારોની જરૂર પડી છે.

આ રિપોર્ટ અનુસાર 2013-2017 વચ્ચે ભારતે સૌથી વધારે 62 ટકા હથિયાર રશિયા પાસેથી લીધા છે. પછી અમેરિકા હથિયાર સપ્લાય કરવામાં બીજા નંબર પર છે. હથિયાર આયાત કરવામાં ભારત પછી સાઉદી અરબ, ઈજીપ્ત, UAE, ચીન, ઓસ્ટ્રેલિયા, અલ્જીરીયા, ઈરાક , પાકિસ્તાન અને ઈન્ડોનેશિયા જેવા દેશનો સમાવેશ થાય છે, જે બીજા દેશ પાસેથી હથિયાર ખરીદે છે.

દુનિયાભારમાં હથિયાર સપ્લાય કરવામાં ચીનની પહેલા પાંચ દેશમાં ગણતરી કરવામાં આવે છે. જેમાં અમેરિકા પહેલા, રશિયા બીજા, ફ્રાન્સ ત્રીજા, જર્મની ચોથી નંબર પર છે. આ પાંચ દેશોમાં દુનિયાના તમામ દેશોમાં 75 ટકા હથિયારોની સપ્લાય કરે છે. જેમાં ચીન સૌથી વધારે હથિયાર પાકિસ્તાનને સપ્લાય કરે છે, જ્યારે બાંગ્લાદેશ 19 ટકા હથિયાર લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp