ભારતમાં હવે ખાનારાઓ કરતા કમાનારાઓની સંખ્યા વધુ, 37 વર્ષો સુધી બની રહેશે આ સ્થિતિ

PC: sussexchronicle.co.uk

ભારત આખી દુનિયામાં સૌથી વધુ યુવા આબાદીવાળો દેશ છે અને હવે તે આત્મનિર્ભર લોકોનો પણ દેશ બની ગયો છે. એવું પહેલીવાર બન્યું છે કે, ભારતનો નિર્ભરતા અનુપાત ઓછો થઈ ગયો છે. સરળ શબ્દોમાં કહીએ તો દેશની કુલ આબાદીમાં હવે ખાનારાઓ કરતા કમાનારા લોકો વધુ છે. આવનારા 37 વર્ષ સુધી આ સ્થિતિ બની રહેશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ દરમિયાનમાં દેશમાં વિકાસનું ચક્ર સૌથી વધુ ઝડપથી ફરશે.

યુનાઈટેડ નેશનલ પોપ્યૂલેશન ફંડ (UNFPA)  દ્વારા જાહેર આંકડાઓ અનુસાર, વર્ષ 2018થી ભારતમાં જનસંખ્યા સ્થિતિમાં ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તન ભારતમાં વિકાસની ગતિને આગળ વધારનારું છે. આંકડાઓ દર્શાવે છે કે, ગત વર્ષથી ભારતમાં કામકાજી લોકોની જનસંખ્યા, તેમના પર નિર્ભર લોકોની સંખ્યા કરતા ઓછી થઈ ગઈ છે. કામકાજી લોકોમાં 15થી 64 વર્ષના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. 14 વર્ષ અથવા તેના કરતા ઓછી અને 65 વર્ષ અથવા તેના કરતા વધુ ઉંમરના લોકોને નિર્ભર માનવામાં આવ્યા છે. જેમની સંખ્યા ઓછી થઈ ગઈ છે.

અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં વર્ષ 2055 સુધી, એટલે કે આવનારા 37 વર્ષો સુધી આ સ્થિતિ બની રહેશે. મતલબ આત્મનિર્ભરતાના આ ચરણની તો હજુ શરૂઆત થઈ છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની આ કાર્યશક્તિનો લાભ એશિયાના અન્ય દેશો જેવા કે જાપાન, ચીન, દક્ષિણ કોરિયા વગેરેને પણ મળશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જનસંખ્યા સ્થિતિમાં થયેલા આ પરિવર્તનને કારણે જન્મદરમાં આવેલો ઘટાડો અને જીવન પ્રત્યાશામાં વૃદ્ધિની સ્થિરતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp