સારા રોજગારની બાબતમાં પાક. કરતા પણ પાછળ છે ભારત

PC: rightlog.in

દેશમાં બેરાજગારીના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજગારની નવી તકોમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ જેમની પાસે રોજગાર છે, તેમાંથી મોટા ભાગના લોકો એવા છે, જે સારી અથવા ગરિમાપૂર્ણ નોકરી નથી રહી રહ્યા. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના જણાવ્યા અનુસાર, સારા રોજગારના મામલામાં ભારતની સ્થિતિ અલ્પ વિકસિત દેશો કરતા પણ ખરાબ છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ના જણાવ્યા અનુસાર, દેશમાં લેબર ફોર્સના જેટલા વધુ ભાગને વેતન અથવા મજૂરી મળે છે, તેને જ સારી માનવામાં આવે છે. પરંતુ સારા રોજગારના મામલામાં ભારતનો રેકોર્ડ પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતા પણ વધુ ખરાબ છે.

લેબર ફોર્સમાં વેતન અથવા મજૂરી મેળવનારા કામદારો (%માં)

અમેરિકા- 93.8

બ્રાઝિલ- 67.7

ચીન- 53.1

બાંગ્લાદેશ- 40.1

પાકિસ્તાન- 39.4

ભૂટાન- 28.5

ભારત- 21.7

નેપાળ- 19.6

મોટાભાગના દેશોની સરખામણીમાં ભારતના કુલ લેબર ફોર્સમાં સેલરી અને મજૂરી મેળવનારા વર્કરોની હિસ્સેદારી ખૂબ જ ઓછી છે. તેમાં 2010 બાદ થોડો સુધારો આવ્યો હતો. પરંતુ ચીનની સરખામણીમાં તેની સ્થિતિ ખૂબ જ કમજોર છે. ચીનમાં ઔપચારિક સેક્ટરના કર્મચારીઓની હિસ્સેદારી 50% કરતા વધુ છે.

શું છે સારી નોકરી?

ILOની વ્યાખ્યા અનુસાર, સારી જોબમાં ગરિમા, બરાબરી, યોગ્ય આવક અને નોકરીની સુરક્ષા સામેલ છે. લેબર ફોર્સમાં વેતન અને મજૂરી મેળવનારા લોકોની સંખ્યા જેટલી વધારે હશે, રોજગારને એટલો જ સારો માનવામાં આવશે. આ પ્રમાણે જે કર્મચારીને જેટલા પૈસા આપવાનું નક્કી થયું હોય, તેનું પાલન થવું જોઈએ. તેનો એ યુનિટની રેવન્યૂ સાથે કોઈ મતલબ નથી, જેમાં તે કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp