હર્ડ ઈમ્યુનિટીથી હજુ દૂર છે ભારત, આટલા ટકા લોકોમાં જ એન્ટીબોડીઃ વિશેષજ્ઞ

PC: reutersmedia.net

કોરોના સામે લડી રહેલા દુનિયાભરના શોધકર્તાઓનો એક દાવો થોડી રાહત પ્રદાન કરી શકે છે. અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક દિવસ એવો આવી જશે જ્યારે લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત થઈ જશે અને કોરોના ખાંસી, શરદી તેમજ અન્ય મૌસમી બીમારીઓ ફેલાવનારા વાયરસની જેમ જ રહી જશે. જોકે, ભારત હજુ હર્ડ ઈમ્યુનિટીથી દૂર છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, જ્યારે કોઈ ક્ષેત્ર વિશેષની અડધી વસતીમાં કોરોના વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જાય છે, તો તેને હર્ડ ઈમ્યુનિટી કહેવામાં આવે છે. હાલના સીરો સર્વેનો રિપોર્ટ ઈશારો કરે છે કે, ભારત હજુ હર્ડ ઈમ્યુનિટીથી દૂર છે. હર્ડ ઈમ્યુનિટી માટે 60-70 ટકા આબાદીમાં એન્ટીબોડીનો વિકાસ થવો જોઈએ, જ્યારે ભારતમાં આશરે 24 ટકા લોકોમાં જ એન્ટીબોડી વિકસિત થઈ શકી છે. જોકે, વિશેષજ્ઞોનું માનવું છે કે, ત્યારબાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો આવવા માંડશે.

ફ્રન્ટિયર્સ ઈન પબ્લિક હેલ્થ મેગેઝિનમાં પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમશીતોષ્ણ જળવાયુ ધરાવતા ક્ષેત્રોમાં જ્યારે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થઈ જશે ત્યારે કોરોના વાયરસનો પ્રભાવ ઓછો થઈ જશે. સમશીતોષ્ણ ઝોનમાં ભારત સહિત અમેરિકા, કેનેડા, જાપાન, ન્યુઝીલેન્ડ, પશ્ચિમ એશિયા તેમજ ઉત્તરી આફ્રિકા વગેરે સામેલ છે. અધ્યયનમાં સામેલ લેબનાન સ્થિત અમેરિકન યુનિવર્સિટી ઓફ બૈરૂતના ડૉ. હસન જરાકેટના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ હજુ રહેવાનો છે. વર્ષ દરમિયાનમાં તેની ઘણી લહેરો આવી શકે છે. જોકે, હર્ડ ઈમ્યુનિટી વિકસિત થયા બાદ તેનો પ્રભાવ ઓછો થઈ જશે. ત્યાં સુધી લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું, પોતાની સાફ- સફાઈ તેમજ સમૂહમાં ભેગા ન થવા જેવા સુરક્ષાના ઉપાયો અપનાવવા પડશે.

શોધકર્તાઓના સમૂહમાં સામેલ દોહા સ્થિત કતાર યુનિવર્સિટીના ડૉ. હાદી યાસીનના જણાવ્યા અનુસાર, શ્વાસની બીમારી ફેલાવનારા ઘણા વાયરસની મૌસમી પેટર્ન હોય છે. ખાસ કરીને સમશીતોષ્ણ જળવાયુવાળા ક્ષેત્રોમાં તે જોવા મળે છે. ઉદાહરણ તરીકે, સમશીતોષ્ણ જળવાયુવાળા ક્ષેત્રોમાં ઠંડીના દિવસોમાં ઈન્ફ્લૂએન્ઝા તેમજ અન્ય વાયરસ વધુ સક્રિય હોય છે, જેના કારણે શરદી- ખાંસી થાય છે. પરંતુ, આ વાયરસ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં વર્ષભર સક્રિય રહે છે. શોધકર્તાઓનું કહેવું છે કે, વાયરસના પ્રસાર માટે તાપમાન તેમજ આરદ્રતા પ્રમુખ કારક છે. મૌસમને અનુરૂપ હવા, સપાટી તેમજ લોકોમાં સંક્રમણનો પ્રસાર પ્રભાવિત થાય છે. જોકે, કોરોના વાયરસ અલગ છે, કારણ કે તેનો પ્રસાર ખૂબ જ ઝડપથી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp