24 કલાકમાં 126789 નવા કેસ, મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં 10000થી વધુ નવા કેસ

PC: PIB

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું કે, દેશમાં કોરોના વિરોધી વેક્સીનના કુલ આપવામાં આવેલા ડોઝની સંખ્યા આજે 9 કરોડના આંકડાને ઓળંગી ગઇ છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 13,77,304 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 9,01,98,673 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 89,68,151 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 54,18,084 HCWsએ બીજો ડોઝ લીધો છે, 97,67,538 FLWs (પથમ ડોઝ) અને 44,11,609 FLWs (બીજો ડોઝ) છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 3,63,32,851 એ પ્રથમ ડોઝ, 11,39,291 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 2,36,94,487 પ્રથમ ડોઝ અને 4,66,662 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.

દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા વેક્સીનના કુલ ડોઝમાંથી 60% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન વેક્સીનના અંદાજે 30 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડ વિરોધી વેક્સીનેશન કવાયતના 82મા દિવસે (7 એપ્રિલ 2021ના રોજ) વેક્સીનના કુલ 29,79,292 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 38,760 સત્રોનું આયોજન કરીને 26,90,031 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 2,89,261 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

દૈનિક ધોરણે આપવામાં આવતા ડોઝના સંદર્ભમાં સમગ્ર દુનિયામાં ભારત દૈનિક ધોરણે વેક્સીનના સરેરાશ 34,30,502 આપીને સૌથી ટોચના સ્થાને છે. ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં એકધારો વધારો નોંધાઇ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1,26,789 નોંધાઇ છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, કેરળ અને પંજાબ આ 10 રાજ્યોમાં દૈનિક ધોરણે કોરોનાના નવા કેસોમાં તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. એક દિવસમાં નવા નોંધાયેલા કેસોમાંથી 84.21% દર્દીઓ આ 10 રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્ર બાદ છત્તીસગઢમાં પણ 10000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સતત સૌથી વધુ નવા કેસો દરરોજ નોંધાઇ રહ્યાં છે જ્યાં એક દિવસમાં વધુ 59,907 દર્દી પોઝિટિવ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે છત્તીસગઢમાં નવા 10,310 દર્દી જ્યારે કર્ણાટકમાં નવા 6,976 દર્દી પોઝિટિવ નોંધાયા છે.

માર્ચ અને એપ્રિલ 2021ના પ્રથમ સાત દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિત પોઝિટિવિટી દરની સરખામણી દર્શાવવામાં આવી છે. રાષ્ટ્રીય પોઝિટિવિટી દર આ સમાન સમયગાળામાં 2.19% હતો તે 6.21% વધીને કુલ 8.40% સુધી પહોંચી ગયો છે. ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ 9,10,319 સુધી પહોંચી ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટિવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા 7.04% છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 66,846 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળમાં ભારતના કુલ સક્રિય કેસોમાંથી 74.13% દર્દીઓ છે. દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 55.26% દર્દીઓ માત્ર મહારાષ્ટ્રમાં જ છે. ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,18,51,393 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 91.67% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 59,258 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 685 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા દૈનિક મૃત્યુઆંકમાંથી 87.59% દર્દીઓ દસ રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (322) નોંધાયો છે. પંજાબમાં એક દિવસમાં વધુ 62 દર્દીના મૃત્યુ થયા છે. બાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં આસામ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, મણીપુર, લક્ષદ્વીપ, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp