દેશમાં કોરોનાના કુલ 7,83,311 એક્ટિવ કેસ, સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં, જુઓ આંકડા

PC: pib

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ભારતે સતત સક્રિય કેસ ઘટવાના વલણને જાળવી રાખ્યું છે. સક્રિય કેસ સતત બીજા દિવસે 8 લાખ કરતા ઓછા છે અને 7,83,311 છે. સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટિવ કેસના 10.45% છે. રાષ્ટ્રીય વલણને અનુસરતા 22 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000 કરતા ઓછા સક્રિય કેસ છે.

દેશમાં કોરોના કેસની સ્થિતિની વાત કરીએ તો 18 ઓક્ટોબરના સવારે 8 કલાક સુધીના આંકડા મુજબ દેશમાં 24 કલાકમાં 61871 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ દેશમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 74,94,551 પર પહોંચી ગઈ છે, જેમાંથી  6597209 રિકવર થઇ ગયા છે અને 783311 એક્ટિવ કેસ છે, જ્યારે 114031 લોકોના નિધન થયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યાં 1586321 કુલ કેસ છે, જેમાંથી 185750 એક્ટિવ કેસ છે અને 1358606 રિકવર કેસ છે. જ્યારે 41965 લોકોના નિધન થયા છે

13 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000થી વધુ પરંતુ 50,000થી ઓછા સક્રિય કેસ છે, જ્યારે 3 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં 50,000થી વધુ સક્રિય કેસ છે. સક્રિય કેસનું ઘટતું વલણ સાજા થયેલા કેસની સંખ્યમાં અખંડ વધારાને પૂરક છે.કુલ સાજા થયેલા કેસ 65,97,209 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર 58 લાખ (58,13,898) ને વટાવી ગયું છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર વધુ સુધરીને 88.03% થયો છે.

છેલ્લા 24 કલાકમાં 72,614 કોવિડ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે, જ્યારે નવા પુષ્ટિ થયેલા કેસ 61,871 છે. નવા સાજા થયેલા કેસમાં 79% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે. એક દિવસમાં 14,000થી વધુ સાજા થયેલા કેસમાં મહારાષ્ટ્રનું મહત્તમ યોગદાન છે.

છેલ્લા 24 કલાકમાં 61,871 નવા પુષ્ટિ થયેલ કેસ નોંધાયા છે. નવા કેસના 79% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના છે. દેશમાં મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ 10000 કરતા પણ વધુ કેસ નોંધાયાના એહવાલ છે ત્યારબાદ સૌથી વધુ કેસ 9000થી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1033 લોકોના મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે.

તેમાંથી દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ આંક લગભગ 86% જેટલો છે. કુલ નોંધાયેલા મૃત્યુઆંકના 44% થી વધુ નવા મૃત્યુ મહારાષ્ટ્રના છે (463 મૃત્યુ).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp