ભારતની મલેશિયાને 18 તેજસ ફાઈટર એરક્રાફ્ટ વેચવાની ઓફર, US સહિત ઘણા દેશોને...

PC: currentaffairs.adda247.com

ભારતે મલેશિયાને 18 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) 'તેજસ' વેચવાની ઓફર કરી છે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, ઇજિપ્ત, US, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ પણ સિંગલ એન્જિન જેટમાં રસ દાખવી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારે ગયા વર્ષે સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને એક મોટો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય વાયુસેના માટે 83 તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ખરીદવા HAL સાથે 48,000 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. HALને 2023થી આ વિમાનોની ડિલિવરી શરૂ કરવાની છે.

PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર વિદેશી સંરક્ષણ સાધનો પર ભારતની નિર્ભરતા ઘટાડવા આતુર છે. આ સિવાય સરકાર ભારતમાં બનેલા જેટની નિકાસ માટે પણ રાજદ્વારી પ્રયાસો કરી રહી છે. 'તેજસ' એક ખાસ વિમાન છે. જો કે, તેની ડિઝાઇનમાં કેટલાક અન્ય પડકારો પણ છે. એક વખત ભારતીય નૌકાદળ દ્વારા ખૂબ ભારે વિમાન હોવાને કારણે તેને નકારી કાઢવામાં આવ્યું હતું.

સંરક્ષણ મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL)ને ગયા વર્ષે ઓક્ટોબરમાં રોયલ મલેશિયન એરફોર્સ તરફથી પ્રસ્તાવ મળ્યો હતો. તેના જવાબમાં હિન્દુસ્તાન એરોનોટિક્સે (HAL) તેજસના બે સીટર વર્ઝન સહિત 18 જેટ વેચાણ પર મૂક્યા હતા.

સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે, US, ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ સહિત છ દેશોએ ભારતના 'તેજસ' એરક્રાફ્ટમાં રસ દાખવ્યો છે, જ્યારે મલેશિયાએ તેના એક્વિઝિશન પ્રોગ્રામના ભાગરૂપે પહેલાથી જ આ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. આ માહિતી સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. તેમના જવાબ મુજબ, 'તેજસ' વિમાનમાં રસ દાખવનારા અન્ય બે દેશો આર્જેન્ટિના અને મિસ્ર છે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)દ્વારા નિર્મિત, 'તેજસ' એ સિંગલ-એન્જિન મલ્ટિ-રોલ ફાઇટર એરક્રાફ્ટ છે, જે વધારે જોખમવાળા વાતાવરણમાં ચલાવવાની ક્ષમતા ધરાવે છે. મલેશિયા તેના જૂના રશિયન મિગ-29 ફાઈટર જેટને બદલવા માટે ભારત પાસેથી 'તેજસ' એરક્રાફ્ટ ખરીદી રહ્યું છે. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે, 'LCA એરક્રાફ્ટમાં રસ દર્શાવતા અન્ય દેશો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, મિસ્ર, US, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp