બુલેટપ્રૂફ જેકેટ એક્સપોર્ટ કરનારો ભારત ચોથો દેશ બન્યો

PC: jammulinks.news

ભારતે 100 થી વધારે દેશોમાં રાષ્ટ્રીય ધોરણે બુલેટપ્રૂફ જેકેટ નિકાશ કરવાનું શરૂ કરી દીધું છે. BIS અનુસાર, આ જેકેટના વધારે ગ્રાહકો યુરોપીય દેશો છે. BISના એક અધિકારીએ જણાવ્યું કે, અમેરિકા, બ્રિટન અને જર્મની પછી ભારત ચોથો દેશ છે. જે રાષ્ટ્રીય ધોરણે બુલેટપ્રૂફ જેકેટ બનાવે છે. આ જેકેટ 360 ડિગ્રી સુરક્ષા માટે ઓળખાય છે. હવે સૈન્ય દળો પણ આ ધોરણને અનુરૂપ જેકેટ પ્રાપ્ત કરી શકશે.

BIS ના વૈજ્ઞાનિક જેકે ગુપ્તાએ જણાવ્યું, અમુક ધોરણોના અભાવે ભારત ગુણવત્તાવાળા જેકેટ પ્રાપ્ત નહી કરી શક્યું. સૈન્ય દળો દ્વારા લાંબા સમયથી ગુણવત્તાવાળા જેકેટોની માંગ કરવામાં આવી રહી હતી. 2018 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિ આયોગના નિર્દેશ પછી BIS એ ગુણવત્તાવાળા જેકેટોનું માપદંડ નક્કી કરેલું.

અત્યાર સુધીમાં 1.86 લાખ જેકેટોનો પુરવઠો સૈન્ય દળોને મોકલી આપવામાં આવ્યો છે. બાકીના પુરવઠા માટે ટેન્ડરની પ્રક્રિયા જારી છે.

આ જેકેટ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે, જે 700 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આવનારી AK47 ના સ્ટીલ કોર બુલેટને ટકાવવામાં સક્ષમ છે. આ બૂલેટપ્રૂફ જેકેટ ડાયનામિક વેટ ડિસ્ટ્રીબ્યૂશન જેવી વિશેષતાઓથી સજ્જ છે. સેલ્ફ લાઈફ વધારવા માટેનો પ્રોટોકોલ પણ તેમાં સામેલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp