દુનિયાભરમાં એઈડ્સને ખતમ કરવા માટે શેની જરૂરિયાત છે તે ભારતે UNને જણાવ્યું

PC: mediacentrum.sk

ભારતે કહ્યું છે કે દુનિયાભરમાં એઈડ્સની મહામારીને ખતમ કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે રાજકીય ઈચ્છાશક્તિની જરૂરત છે, જેનાથી ઉન્નત પરીક્ષણ અને ઉપચારના સંયોજનને ઝડપથી લાગુ કરવા સિવાય એચઆઈવી ઉપચાર માટેના પ્રયાલોનું વિસ્તરણ થઈ શકે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં ફર્સ્ટ સેક્રેટરી એવા સંદીપ કુમાર બય્યાપુએ કહ્યું હતું કે, એકીકૃત વૈશ્વિક પ્રયાસો અને રાષ્ટ્રીય સ્તર પર પ્રતિબ્ધતાઓના પરિણામ સ્વરૂપ એવા આ રોગને રોકવા માટે વિચાર કરવા જેવી પ્રગતિ થઈ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વૈશ્વિક સ્તર પર એચઆઈવીથી પીડિત મોટાભાગના લોકોને હવે ઈલાજ મળી રહ્યો છે અને 2010 પછી એઈડ્સને કારણે થતા મૃત્યુમાં એક ટકાનો ઘટાડો નોંધાયો છે. 

વર્ષ 2030 સુધી એઈડ્સ જેવા મહારોગને ખતમ કરવા માટે એચઆઈવી અને એઈડ્સ પર 2016થી રાજકીય ઘોષણાપત્રના અમલીકરણના મામલામાં દુનિયાએ અડધી સફર પૂરી કરી લીધી છે. અય્યાપુનું કહેવું છે કે અમે સમજી શકીએ છે કે સહમતિવાળા લક્ષ્યને 2030 સુધી સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરવા માટે વધારે પ્રયાસોની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp