અભિનંદનની અટકાયત બાદ ભારત-પાકિસ્તાન પર મિસાઇલ હુમલાની તૈયારીમાં હતું: રિપોર્ટ

PC: voiceofpeopletoday.com

વિંગ કમાન્ડર અભિનંદન પકડાઇ ગયા બાદ ભારતે પાકિસ્તાન પર મિસાઇલ હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી. જો કે, અમેરિકાના હસ્તક્ષેપ બાદ ભારતે હુમલો કરવાનું માંડી વાળ્યું હતું. ન્યુઝ એજન્સી રોયટર્સે ભારત. પાકિસ્તાન અને અમેરિકન સૂત્રો તરફથી મળેલી માહિતીના આધારે એક હેવાલ તૈયાર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એક સમય એવો હતો કે ભારતે 6 મિસાઇલ હુમલા કરવાની ચેતવણી આપી દીધી હતી.

હેવાલ પ્રમાણે, ભારતની એર સ્ટ્રાઇકના બીજા દિવસે પાકિસ્તાન વાયુસેનાના વિમાનો ભારતમાં ઘૂસી આવ્યા હતા અને એ સમયે ભારતે પાકિસ્તાનને સીધા હુમલાની ધમકી આપી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનની એજન્સી ISIના પ્રમુખ અસીમ મુનીર સાથે વાત કરી હતી. ડોભાલે સખત શબ્દોમાં કહ્યું હતું કે પાયલટ અભિનંદન ભલે તમારી અટકાયતમાં હોય, પરંતુ આતંકવાદી સંગઠનો સામે ભારતની કાર્યવાહીમાં કોઇ ફેરફાર નહી થાય. જો પાકિસ્તાન ન સુધર્યું તો તેના પર મિસાઇલ હુમલો કરવામાં આવશે.

ભારતમાં હાજર એક વિદેશી રાજદૂતના કહેવા પ્રમાણે, અમેરિકાની પહેલી કોશીશ વિંગ કમાન્ડર અભિનંદનને છોડાવાની હતી. એવામાં અમેરિકાએ ભારતને આશ્વાસન આપ્યું હતું અને પાકિસ્તાન પર મિસાઇલ હુમલો ન કરવામાં આવે તે માટે જણાવ્યું હતું.

સૂત્રો પ્રમાણે, આના માટે અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ પાકિસ્તાનના અને ભારતના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી. ભારત-પેસેફિક સમૂદ્રના કમાન્ડર એડમિરલ ફિલ ડેવિડસેને સિંગાપુરમાં સ્વીકાર્યું હતું કે, તે ભારતીય નૌકા સેનાના સંપર્કમાં હતા.

અમેરિકા ઉપરાંત ચીન, UAE  અને બીજા દેશો પણ એવી કોશીશમાં હતા કે આ બંને દેશો વચ્ચે તણાવ ઓછા થાય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp