સર્વપ્રથમ યુવા મહિલા MBBS સરપંચ વિશે જાણો...

PC: hindustantimes.com

રાજસ્થાનની 24 વર્ષની MBBS કરી રહેલી શહેનાઝ ભારતની સૌથી પહેલી યુવા સરપંચ બની છે. શહેનાઝ રાજસ્થાનના ભરતપુર જિલ્લાની કામા પંચાયતની સૌથી નાની ઉંમરની પહેલી મહિલા યુવા સરપંચ બની છે. ભરતપુર એવું ગામ છે જ્યાં મહિલાઓ ડોક્ટર કે એન્જિનિયરીંગ કરવા વિશે વિચારી પણ શકતી નથી, જો કે હવે કેટલીક યુવતીઓ ગ્રેજ્યુએશન અને બી.એડ કરે છે.  

રાજસ્થાનમાં સરપંચના પદ માટે 10 માં ઘોરણમાં પાસ થયાનું સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે. તેના દાદા 55 વર્ષ સુધી સરપંચ પદે રહ્યા હતા, ત્યાર પછી તેના પિતાજી પણ ગામના સરપંચ હતા પણ તેમણે ખોટું સર્ટીફિકેટ આપ્યું છે એમ કહીને તેમને સરપંચ પદ પરથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા. ત્યારપછી પરીવારમાં હવે કોણ સરપંચ પદે જશે તે વિશે મુંઝવણ ચાલી રહી હતી. આથી શહેનાઝે આ પદ સંભાળવાનું નક્કી કર્યું.

શહેનાઝે જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનામાં તેની લાઈફ સાવ બદલાઈ ગઈ. તે MBBSના ચોથા વર્ષમાં છે અને હાલ ગુરુ ગ્રામ હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરી રહી છે. તે આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા ઈચ્છતી હતી, પણ સરપંચ પદ સંભાળ્યા પછી તેણે આ નિર્ણય માંડી વાળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp