જવાનોએ બરફમાં ફસાયેલા તારિક ઈકબાલનો જીવ બચાવ્યો, Video જોઈ તમે પણ કરશો સલામ

PC: latestly.com

જમ્મુ કાશ્મીરમાં સતત હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષામાં તારિક ઈકબાલ નામનો એક નાગરિક ફંસાઈ ગયો હતો. સેનાના જવાનોને જાણકારી મળતા જ તેમણે લચ્છીપૂરામાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને બરફમાં દબાયેલા તારિકને સુરક્ષિત બહાર કાઢ્યો. ત્યારબાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. તબિયત સારી થતાં બાદમાં તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ ઘટના 14 જાન્યુઆરીની છે.

આ પહેલા કાશ્મીરમાં એક મહિલાને પ્રસવ સંબંધી સમસ્યા થતાં ભારતીય જવાનોએ જ તેમને હોસ્પિટલ પહોંચાડી હતી. જ્યાં તે મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.

ભારતીય જવાનોની આ પહેલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, જ્યારે પણ લોકોને મદદની જરૂરત હોય છે, સેનાના જવાનો તૈયાર રહે છે.

ઉત્તરી કાશ્મીરમાં સ્થિત બારામુલાના નંગમર્ગ ક્ષેત્રના દર્દપોરા ગામના નિવાસી રિયાજ મીરે પરેશાની અવસ્થામાં સેનાની ટુકડીને કોલ કરતા જણાવ્યું કે તેની પત્નીને પ્રસવ પીડા થઈ રહી છે અને તેનો પરિવાર ભારે હિમવર્ષાને કારણે હોસ્પિટલ લઈ જવા માટે અસમર્થ છે.

જાણકારી મળતા જ તરત 3 ટુકડી બનાવવામાં આવી. એક દળે પ્રસૂતા મહિલા માટે રસ્તો સાફ કર્યો, બીજી ટુકડીએ હેલિપેડ સુધી બરફ સાફ કર્યો અને ત્રીજી ટુકડીએ કનિસપોરા સુધી બરફ હટાવી બારામુલા જિલ્લા મુખ્યાલયથી જોડતો રસ્તો સાફ કર્યો.

100થી વધારે જવાનો અને 25 નાગરિકોએ મળીને 4 કલાક સુધી મહિલાને સ્ટ્રેચર પર કમર સુધીના બરફમાં ચાલીને લઈ ગયા. ત્યાર બાદ મહિલાને સેનાની એમ્બ્યુલન્સમાં સેનાના એક ચિકિત્સા અધિકારીની સાથે બારામુલા હોસ્પિટલમાં મોકલવામાં આવી. સેનાની ટીમ મીરના પરિવાર સાથે ત્યાં સુધી રહી જ્યાં સુધી મહિલાએ બાળકને જન્મ ન આપી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp