આ ભારતીય ઈજનેરે શોધ્યું, NASAના ફોટામાં ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ

PC: indiatimes.com

ચંદ્રયાન 2ને જ્યારે ભારતમાંથી રવાના કરવામાં આવ્યું ત્યારે થોડા જ સમય બાદ સોફ્ટ લેન્ડિગ ન થવાને કારણે લેન્ડર અથડાઈને તૂટી ગયું હતું. નાસાએ જાહેર કરેલી તસવીર બાદ ભારતીય ઈજનેરે નાસાના ફોટાનું અવલોકન કરી લેન્ડરનો કાટમાળ શોધી કાઢ્યો હતો. નાસાએ જે ફોટા જાહેર કર્યા છે એ ચંદ્રના સાઉથ પોલ વિસ્તારના ફોટા છે. ચેન્નઈમાં રહેતા ઈજનેર શાનમુગા સુબ્રમણ્યને આ તસવીરમાંથી લેન્ડરનો કાટમાળ શોધ્યો હતો.

આ ફોટા સામે આવ્યા બાદ તેણે નાસાને પણ સૂચના આપી હતી. જેની સામે નાસાએ પણ આ વાતની ખાતરી કરી હતી. નાસાએ શાનમુગાના આ કામની પ્રશંસા કરી હતી. આ પ્રકારના સહયોગ માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો. શાનમુગા ઉર્ફે શાન એક મિકેનિકલ એન્જિનીયર છે. સાથોસાથ કોમ્પ્યુટર પર પ્રોગ્રામિંગ પણ કરે છે. તે ચેન્નઈમાં આવેલા લેનોક્સ ઈન્ડિયા ટેકનોલોજી સેન્ટરમાં ટેકનિક્લ આર્કિટેક્ટનું કામ કરે છે. 7 સપ્ટેમ્બરના રોજ થયેલા ચંદ્રયાન 2ના લૉન્ચિગ બાદ લેન્ડિંગના દરેક તબક્કા પર ઝીણવટ ભર્યું સંશોધન કરવામાં આવી રહ્યું છે. જેમાં શાને ખૂબ સારું યોગદાન આપ્યું છે. શાન મૂળ મદુરૈનો રહેવાસી છે. અગાઉ તેણે કોન્નિજેન્ટ જેવી કંપનીઓમાં કામ કર્યું છે.

વિક્રમ લેન્ડરના કાટમાળનો તાગ મેળવવા માટે તેણે નાસાએ મોકલેલી LRO મારફતે લીધેલી તસવીરનો ખૂબ અભ્યાસ કર્યો હતો. આ ફોટો તા.17 સપ્ટેમ્બર, 14-15 ઓક્ટોબર અને 11 નવેમ્બરના રોજ ક્લિક કરવામાં આવી હતી. કાટમાળ અંગેની જાણ થતા તેણે સૌ પ્રથમ નાસાને જાણકારી આપી હતી. નાસાએ તેમની શોધનું ક્રોસ વેરિફિકેશન કર્યું. ત્યાર બાદ નાસાએ સત્તાવાર ધોરણે વાત જાહેર કરી અને તેણે ખાતરી પણ આપી. નાસાના ડે.પ્રોજેક્ટ વિજ્ઞાની જોન કેલરે શાન સાથે વાતચીત કરી. તેણે કહ્યું કે, વિક્રમ લેન્ડરની શોધ અંગે તમે નાસાને ઈમેલ કર્યો એ માટે આભાર, LRO ટીમે આ વાતની ખાતરી કરી છે કે, તમે દેખાડેલા લોકેશન પર અગાઉ અને અત્યારે કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. આ તમારી માહિતીનો ઉપયોગ કરીને ટીમે એ જ વિસ્તારમાં ફરી સંશોધન કર્યું હતું.

જે વિસ્તારમાંથી કેટલોક કાટમાળ મળ્યો હોવાની વાત બિલકુલ સાચી છે. નાસા આ માટે તેમને ખરા દિલથી ક્રેડિટ આપે છે અને નાસાને આ પ્રકારની માહિતી આપવા માટે પ્રશંસા કરે છે. આ માટે શાને ખૂબ મહેનત કરી હતી જેને પરદેશના નિષ્ણાંતોએ બિરદાવી હતી. તમે જેટલી મહેનતથી અને સમય કાઢીને આ કામ કર્યું એ માટે તમને સેલ્યુંટ. અમે તમારો વધુ પડતો સમય લીધો એ માટે ક્ષમા કરજો. આ વાતનું એલાન કરવા માટે સૌ પ્રથમ અમને સંતોષ થવો જોઈએ અને એક નિશ્ચિતતા મળવી જોઈએ. પછી આ વાતને લઈને એલાન કરી શકાય. જોકે, શાનની આ વાતને લઈને નાસાએ ટ્વિટ પણ કર્યું હતું સાથોસાથ એ તસવીર પણ મોકલી હતી. આ ફોટામાં જે ટપકાં કરેલા છે એ કાટમાળ દર્શાવે છે. જ્યાં લેન્ડર ક્રેશ થયું હતું. ઘણા બધા તેના પાર્ટસ ખરી પડ્યા છે. આ ફોટામાં તે S પોઈન્ટ છે એ શાને શોધ્યુ હતું. અમે તેની સાથે આ અંગે વાત પણ કરી હતી.

અગાઉ નાસાએ વિક્રમ લેન્ડર સુધી સિગ્નલ પહોંચાડવા માટે કેલિફોર્નિયા, મેડ્રિડ અને કૈનબરામાં સ્થિત પોતાના ડીપ સ્પેસ નેટવર્ક એન્ટેનાનો ઉપયોગ પણ કર્યો હતો. પણ એ વખતે ફરી નિષ્ફળતા હાથ લાગી હતી. ત્યાર બાદ LROનો ઉપયોગ કરીને આ આ તસીવર લેવામાં આવી હતી. જેના પર શાને ખૂબ મહેનત કરીને આ વસ્તુ શોધી કાઢી હતી. ઈસરો પણ આ ક્રેશિંગ બાદ તેની તૈયારીઓમાં લાગ્યું હતું. પરંતુ, સરવાળે પરિણામ શુન્ય મળતા કોઈને એવી આશા ન હતી. પરંતુ દેશના એન્જિનીયરે ભારતના 'શાન'એ ફરી આશાને જીવંત કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp