પઠાણકોટ બોર્ડર પર પાક. નાગરિકે ભારતીય ખેડૂતને ઉંચકી જવાનો પ્રયત્ન કરતા ખળભળાટ

PC: amarujala.com

પાકિસ્તાન સાથેની ભારતની પંજાબ બોર્ડર પર એક પાકિસ્તાનીએ ભારતીય સીમામાં પ્રવેશ કરીને ખેડૂતને માર્યો હોવાની એક ઘટના સામે આવી છે અને તેને ખેંચીને લઇ જવાનો પ્રયાસ કર્યો.

આ મામલો પંજાબના પઠાણકોટના બમિયાલ ગામનો છે.ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતો હતો, ત્યારે આરોપી ઘૂસ્યો અને તેણે ભારતીય ખેડૂતને પાકિસ્તાનની સીમા તરફ ખેંચીને લઇ જવાનો પણ પ્રયાસ કર્યો હતોય

આ દરમિયાન ખેડૂતે બુમબરાડા શરૂ કરી દેતા આસપાસના ખેતરોમાં કામ કરનારા લોકોએ તેને બચાવ્યો હતો અને આરોપી પાકિસ્તાનની તરફ ભાગી ગયો હતો.  કહેવાયું કે આરોપીના અને ત્રણ સાથી હથિયારબંધ હતા. ખેડૂતને માર્યા પછી  તે ચાર લોકો પાકિસ્તાનની રેન્જરની પોસ્ટ પર ચાલ્યા ગયા. એવી શંકા છે કે આ પાકિસ્તાની રેન્જરનું કૃત્ય છે.

 ખેડૂત સુખબીર સિંહ લક્ખાએ બોમીઅલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ તેમની સાથે થયેલી પહેલી ઘટના છે. આ ઘટના પછી ગ્રામીણઓએ પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો.  ગામના સરપંચ રણજીત સિંહએ કહ્યું કે જ્યારે ખેડૂતો પોતાના ખેતરોમાં જાય છે, સુરક્ષા બળ કે જવાનો તેમની સાથે રહેતા નથી અને આ જ કારણથી આ ઘટના થયું છે. એએસઆઈ તરેસેમ લાલ કહે છે કે ખેડૂતોની ફરિયાદ પર તેઓ ઘટનાસ્થળે ગયા હતા. સ્થાનિક પોલીસ હાલ  તપાસ કરી રહ્યું છે તપાસ પછી કેસ બીએસએફને સોંપી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp