કોરોનાકાળમાં વધેલા રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો, જાણો નવો ભાવ

PC: images.financialexpress.com

સેન્ટ્રલ રેલવે તરફથી જાહેર કરવામાં આવેલા એક આદેશ અનુસાર હવેથી રૂ.50ની જગ્યાએ પ્લેટફોર્મ ટિકિટ રૂ.10માં મળી રહેશે. રેલવે વિભાગના આદેશ અનુસાર CMST, દાદર, LTT થાણે, કલ્યાણ અને પનવેલ સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત હવેથી રૂ.10 કરી દેવામાં આવી છે. આ આદેશ તા.25 નવેમ્બરથી લાગુ થઈ જશે. દેશમાં કોરોના વાયરસના કેસ તળીયે પહોંચ્યા છે. એવામાં રેલવે વિભાગ તરફથી પ્રતિબંધો ઊઠાવી લેવામાં આવ્યા છે. તાજેતરમાં રેલવેએ તમામ સ્પેશ્યલ ટ્રેન ટેગ ખતમ કરી સામાન્ય ઑપરેશન શરૂ કર્યા છે. જેમાં લોકલથી લઈને એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ માહોલ વચ્ચે સેન્ટ્રલ રેલવેએ હવે પ્લેટફોર્મ ટિકિટમાં મોટી રાહત આપી છે.

સેન્ટ્રલ રેલવે તરફથી આપવામાં આવેલા આદેશ અનુસાર, હવેથી રૂ.50ના બદલે રૂ.10 પ્લેટફોર્મ ચાર્જ તરીકે લેવામાં આવશે. કોરોના વાયરસના કાળમાં રેલવે સ્ટેશન પર વધારે લોકો ભેગા ન થાય એ માટે ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ધીમે ધીમે કોરોના વાયરસના કેસ તળીયે આવી જતા રેલવે વિભાગ તરફથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન સંચાલન વધારી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જુદા જુદા રૂટ પર બંધ કરવામાં આવેલી લાંબા અંતરની ટ્રેન પણ ચાલુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ગાઈડલાઈન્સ અનુસાર પ્રવાસીઓની સાવધાની રાખવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. રેલવે વિભાગ તરફથી ફૂડ સર્વિસ પણ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રેલવે ભાડું વધારી દેવામાં આવ્યું છે. રેલવેએ કોરોના કાળ બાદ ભાડામાં વધારો કર્યો છે.

સમગ્ર દેશમાં જોરશોરથી વેક્સિનેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. સ્પેશિયલ નંબરથી દોડનારી ટ્રેનને સામાન્ય શ્રેણીમાં લાવવા તબક્કાવાર પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. રેલવેના નવા આદેશ અનુસાર, પહેલાની જેમ ટ્રેન સંચાલન પાટે ચડી રહ્યું છે. જે ટ્રેન કોરોના કાળમાં બંધ કરી દેવામાં આવી હતી એને પણ શરૂ કરવામાં આવી રહી છે. આ સાથે પ્રવાસી ભાડામાં પણ વધારો કરાયો છે  જે પહેલા ભાવ હતો એ જ યથાવત ફરી કરી દેવામાં આવ્યો છે. દિવાળીની રજાઓનો રેલવે વિભાગને આર્થિક રીતે ફાયદો થયો હતો. અગાઉ જે આર્થિક ખોટ ખાવાનો વારો આાવ્યો હતો એમાંથી બેઠા થવાનો સમય દિવાળીમાં મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp