DyCMથી હટાવવામાં આવેલા નેતાએ કહ્યું મનોહર પારિકરની બેવાર મોત થઇ

PC: twitter.com/VijaiSardesai

ગોવામાં તાજેતરમાં જ મંત્રીમંડળમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં શામેલ થવાને લીધે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું હતું. ભાજપે પોતાના જ વર્ષોથી મહેનત કરતા નેતાઓને સાઇડલાઇન કરી દીધા હતા.

એટલું જ નહીં ગોવામાં ભાજપે વિજય સરદેસાઈને નાયબ મુખ્યમંત્રીના પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યા હતા. જેના પર વિજય સરદેસાઈ ભડકી ગયા છે અને તેમણે કહ્યું હતું કે, આજે મનોહર પારિકરની બીજીવાર મોત થઇ છે, એક 17 માર્ચના રોજ અને એક આજે.

વિજય સરદેસાઈએ કહ્યું હતું કે, કોંગ્રેસના 10 ધારાસભ્યોને ભાજપમાં શામેલ કરવા દિવંગત મુખ્યમંત્રી મનોહર પારિકર દ્વારા સ્થાપિત પરંપરાને ખત્મ કરવી છે. પારિકરની બે વાર મોત થઈ છે. તેમનું દેહાવસાન 17 માર્ચે થયું, જ્યારે આજે તેમની રાજનૈતિક પરંપરા પૂરી થઇ ગઇ. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે 4 મંત્રીઓને પોતાના કેબિનેટમાંથી હટાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp