વંદે ભારત ટ્રેનના સંભારમાં જંતુ, કોન્ટ્રાકટર કહે જીરું છે, પછી રેલવેએ...
આરોગ્ય સાથે ચેડા હવે સામાન્ય બાબત બની ગઇ હોય તેવું લાગે છે. છેલ્લાં કેટલાંક સમયથી રેસ્ટોરન્ટના ખાવમાં કીડા, જંતુ કે વાંદા મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે હવે વંદે ભારતમાં પણ એક યાત્રીના સંભારમાં જંતુ મળી આવ્યું હતું.
વંદે ભારત એક્સપ્રેસમાં એક મુસાફર દ્વારા તેના સંભારમાં જંતુ મળી આવ્યું હોવાની ફરિયાદ બાદ રેલવેએ હવે સ્પષ્ટતા જાહેર કરી છે. દક્ષિણ રેલ્વેએ પેસેન્જરની માફી માંગી છે અને ભોજન આપતી કંપની સામે કડક કાર્યવાહી કરી છે. ફૂડ મેનેજમેન્ટની દેખરેખ રાખતી કંપની પર 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે 'વૃંદાવન ફૂડ પ્રોડક્સ પાસે ફુડનો કોન્ટ્રાકટ છે.
મુરુગન નામનો મુસાફર તિરુનેલવેલી-ચેન્નઈ એગમોર વંદે ભારત ટ્રેનમાં બેઠો હતો. ટ્રેન નંબર- 20666. મુરુગને મદુરાઈથી ટ્રેન ઉપડ્યાના થોડા સમય બાદ ભોજન અંગે ફરિયાદ નોંધાવી હતી.તપાસમાં ખબર પડી કે ખાવાનું તિરુનેલવેલી બેસ કિચને સપ્લાય કર્યું હતું. જેનું મેનેજમેન્ટ વૃંદાવન ફુડ પ્રોડક્ટસ સંભાળે છે. રેલવેએ કહ્યુ કે, લાપરવાહી માટે વૃંદાવન ફુડ પ્રોડક્ટસ પર કાર્યવાહી કરવામાં આવી છે.
મુરુગને જણાવ્યું કે સંભારના પેકેટમાં ત્રણ જંતુઓ ચિપકેલા હતા. આવી સ્થિતિમાં તેણે ફૂડ પ્રોવાઈડરને જાણ કરી. મુરુગને આરોપ લગાવ્યો છે કે એ જંતુ નહી,પરંતુ જીરું છે તેમ કહીને મામલો રફેદફે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ખુલાસા બાદ મુરુગને ફરિયાદ કરી. તેણે કેમેરામાં વાતચીત રેકોર્ડ કરી અને ફૂડ પેકેટ પરત કર્યું.
ન્યૂઝ એજન્સી ANIVE અહેવાલ મુજબ, ડિંડીગુલ સ્ટેશન પર પેસેન્જર મુરુગનને બીજું ભોજન આપવાની વાત પણ થઈ હતી. જોકે, તેણે તે લેવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી, જે ફૂડ પેકેટમાં ખામી હતી તે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું.તપાસમાં માલૂમ પડ્યું કે જે કન્ટેનરમાં સાંભાર પીરસવામાં આવ્યો હતો તેના ઢાંકણા પર જંતુ ફસાયેલું હતું. જ્યાં પેકેટ રાખવામાં આવેલા હતા ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ ત્યા કોઇ સમસ્યા જણાઇ નહોતી.
Dear @AshwiniVaishnaw ji ,live insects 🦟 were found in the food served on the Tirunelveli-Chennai #VandeBharatExpress
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) November 16, 2024
Passengers have raised concerns over hygiene and IRCTC’s accountability.
What steps are being taken to address this and ensure food safety on premium trains? pic.twitter.com/auR2bqtmip
તમલિનાડુના કોંગ્રેસ સાંસદ મણિકમ ટૈગોરે X પ્લેટફોર્મ પર વીડિયો શેર કરીને લખ્યું કે,
અશ્વિની વૈષ્ણવ,વંદે ભારત ટ્રેનમાં જીવતું જતું મળ્યું.મુસાફરોએ સ્વચ્છતા અને IRCTCની જવાબદારી અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા અને પ્રીમિયમ ટ્રેનોમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયા પગલાં લેવામાં આવી રહ્યાં છે?
ટ્રેનોમાં પીરસવામાં આવતું ભોજન અને તેની નબળી ગુણવત્તા પહેલા પણ ચર્ચામાં રહી છે. આ વર્ષે માર્ચમાં દેહરાદૂન અને દિલ્હી વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિને તેના ભોજનમાં દહીં આપવામાં આવ્યું હતું, જેને જોઈને તે ચોંકી ગયો હતો. તેણે જોયું કે તેને ખાવા માટે આપવામાં આવેલ દહીંમાં ફૂગ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp