IPSનું ટ્વીટ- પત્ની ખાવા નથી દેતી જલેબી, પત્નીનો જવાબ હવે થઈ રહ્યો છે વાયરલ

PC: twitter.com

જલેબી ન ખાઈ શકવાનું દર્દ તમિલનાડુના IPS અધિકારીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું હતું, જેની પર તેમની પત્નીએ જ જવાબ આપ્યો છે, તે સાંભળીને તમને પણ મજા આવી જશે. હવે તેમની પત્નીનું આ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. IPS અધિકારીએ જલેબીનો ફોટો શરે કરવાની સાથે ટ્વીટ કરતા લખ્યું છે કે- બાળપણથી મને જલેબી ઘણી પસંદ છે. તે સમયે વિચારતા હતા કે જ્યારે મોટા થઈશું અને પૈસા કમાશું તો ઘણી બધી જલેબી ખાશું, પરતુ હવે જ્યારે કમાઈએ છીએ તો પત્ની ખાવા નથી દેતી.

IPS અધિકારી સંદીપ મિત્તલે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે- બાળપણમાં 25 પૈસાની એક મોટી જલેબી આવતી હતી. વિચારતા હતા કે મોટા થય થયા પછી કમાયા પછી રોજ 3-4 જલેબી ખાશું. પરંતુ હવે કમાઈએ તો છીએ પણ પત્ની જલેબી નથી ખાવા દેતી. IPSનું પોતાનું દર્દ બયા કરતું ટ્વીટ ઘણું વાયરલ થઈ ગયું હતું. તેમના આ ટ્વીટ પર લોકોએ જબરજસ્ત રિપ્લાઈ આપ્યા છે. તેવામાં તેમની પત્નીએ પણ તેમના ટ્વીટનો જવાબ આપતું એક ટ્વીટ કરીને લખ્યું છે કે- આજે તમે ઘરે આઓ..

IPS અધિકારીની પત્નીએ જ્યારે આ ટ્વીટ કર્યું તો તેની પર મજેદાર કોમેન્ટ્સ આવવાની શરૂ થઈ ગઈ હતી. IFS અધિકારી મોહન ચંદ્રએ કોમેન્ટ કરતા લખ્યું છે કે સવારે ચાર પાંચ કિમી  જોગિંગ કરીને આવો તો મારો દાવો છે કે ભાભીજી જલેબીની સાથે તમારું સ્વાગત કરશે. એક યુઝરે લખ્યું છે- સર આજ ઘર જાઈએ, લાગે છે તમને જલેબી ચોક્કસથી મળશે. જ્યાર અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે સર જલેબી ખાતો તમારો એક શેર જરૂર કરજો.

IPS અધિકારીની ટ્વીટ અને તેમની પત્ની દ્વારા કરવામાં આવેલી ટ્વીટને ઘણી મોટી સંખ્યામાં લાઈક્સ મળી રહ્યા છે. લોકો દ્વારા તેમની ટ્વીટ પર મજેદાર કોમેન્ટ પણ કરવામાં આવી રહી છે. જલેબી ભારતીયોની પસંદીગીની સ્વીટ છે. ખાસ કરીને ગુજરાતીઓની તો ખરી. દર રવિવારે મોટેભાગે ફાફડાની સાથે જલેબીની મજા લોકો માણતા હોય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp