જ્યારે પણ મદદ માગશે ત્યારે રામ મંદિર નિર્માણમાં મદદ કરીશુઃ ઈકબાલ અંસારી

PC: livehindustan.com

બાબરી મસ્જીદના મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારીએ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આદરપૂર્વક સ્વીકાર્યો છે. ચૂકાદા બાદ ઈકબાલ અંસારીએ જણાવ્યું હતું કે, જ્યારે પણ રામ મંદિર નિર્માણ માટે હાકલ કરવામાં આવશે ત્યારે હું સૌથી પહેલા આગળ આવીશ. અમારો પરિવાર ન્યાયમંદિરનું કાયમ સન્માન કરતો આવ્યો છે. અયોધ્યા મામલે પણ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને સ્વીકારીયે છીએ. હવે જ્યારે આ વિવાદનો ઉકેલ આવી ગયો છે ત્યારે અયોધ્યાની ગંગા-જમુનાની પવિત્રતા જાળવી રાખવામાં મારાથી જેટલું થશે એટલું કરીશ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પાંચ એકર જમીનમાં મસ્જીદ તૈયાર કરવા એક યોજના બનાવવાનો આદેશ આપ્યો છે. હવે કેન્દ્ર સરકારની જવાબદારી છે કે, તેઓ ક્યાં જમીન ફાળવે અને કેટલી ઝડપથી મસ્જીદ માટે પગલાં ભરે.

પ્રભુ રામ પર કોઈ જ જાતિનો જાતિય હક નથી. રામ તો તમામ સંપ્રદાય તેમજ ધર્મના છે. જો મંદિર નિર્માણ માટે કોઈ પણ મદદ માંગવામાં આવશે તો એમના પર પૂરતો વિચાર કરવામાં આવશે. હું ન્યાયાલયના આ ચૂકાદાથી ખુશ છું. બાબરી-રામમંદિર જમીન વિવાદનો ઉકેલ આવી ગયો છે. કાયદાકીય પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણયને હવે કોઈ સંજોગોમાં મારા તરફથી કોઈ પડકાર આપવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે, અયોધ્યામાં જ કોઈ સ્થળ પર મસ્જીદનું નિર્માણ કરવામાં આવે. મસ્જીદ બનાવવા માટે યોગ્ય જમીનની ફાળવણી કરવામાં આવે. એક રીતે જોઈએ તો, મુસ્લિમ પક્ષકારોની પણ જીત છે. હવે સરકારની જવાબદારી છે કે, તેઓ મસ્જીદ માટે ક્યાં જમીન ફાળવે છે.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. કોઈ પ્રાઈમ લોકેશન પર પાંચ એકર જમીન મુસ્લિમોને મસ્જીદ માટે આપવામાં આવે. આ જવાબદારી કેન્દ્ર સરકારની છે. ત્રણ મહિનાના સમયમાં યોગ્ય યોજના અને આયોજન સાથે મસ્જીદનું કામ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. જોકે, આ મુદ્દે હૈદરાબાદના નેતા અસદુદ્દિન ઔવેસીએ કહ્યું હતું કે, હું વ્યક્તિગત પણે એવું માનું છું કે, પાંચ એકર જમીનની ઓફરનો બહિષ્કાર કરવો જોઈએ. ફેક્ટ પર આસ્થાની જીત થઈ છે. સંધ હવે કાશી અને મથુરાનો મુદ્દો પણ ઉઠાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp