IRCTCએ 560 કેટરિંગ સુપરવાઈઝર્સનો કરાર ખતમ કરી કાઢ્યા, કહ્યું- હવે જરૂરિયાત નથી

PC: hindustantimes.com

કોરોના મહામારીનો પ્રભાવ દરેક ક્ષેત્ર પર જોવા મળી રહ્યો છે. કેન્દ્ર દ્વારા કંપનીઓને નોકરીઓમાંથી ન કાઢવા અને પગાર ન કાપવાની સલાહ આપવામાં આવી રહી છે. પણ IRCTCએ પોતાના 500થી વધારે કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનો નિર્ણય લીધો છે. IRCTC તરફથી કહેવામાં આવ્યું છે કે, હાલમાં આ કર્મચારીઓની વિભાગને જરૂર નથી.

જોકે, સૂત્રોએ કહ્યું છે કે, આમાંથી મોટાભાગના કર્મચારીઓનો કરાર આ વર્ષના અંત સુધીમાં ખતમ થઈ જશે. IRCTC દ્વારા વર્ષ 2018માં આ 560 સુપરવાઈઝરોને ટ્રેનોમાં ઠેકેદારો દ્વારા પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાની તપાસ માટે નિમવામાં આવ્યા હતા. તેમનું રામ ટ્રેનોમાં ખાણીપીણી વાળા કોચના સંચાલનની દેખરેખ કરવાનું હતું.

આ દરેક સુપરવાઇઝરો એ વાતને સુનિશ્ચિત કરતા હતા કે ટ્રેનના ભોજનને તૈયાર કરવામાં ગુણવત્તા હોય, મુસાફરોને કોઇ ફરિયાદ ન હોય અને જો મુસાફરો પાસેથી કોઈ ફરિયાદ આવે તો તેનો ઉકેલ પણ લાવે. આ ઉપરાંત ભોજનની કિંમતોમાં કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય, તેના પર પણ દેખરેખ રાખતા હતા.

IRCTCએ એક પત્રમાં 25 જૂને તેમની દરેક ઝોનલ ઓફિસોને જાણકારી આપી કે, હાલની પરિસ્થિતિઓમાં આ સુપરવાઈઝરોની કોઈ જરૂરત નથી અને તેમને એક મહિનાની નોટિસ આપવામાં આવશે અને તેમના કરાર સમાપ્ત કરી દેવામાં આવશે. કહેવામાં આવ્યું છે કે, કર્મીઓની જરૂરિયાતની સમીક્ષા કરવામાં આવી છે અને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા કરારના આધારે લાગેલા કર્મચારીઓની સેવાની જરૂરિયાત નથી. આવું પત્રમાં કહેવામાં આવ્યું છે.

IRCTCના પ્રવક્તાએ કહ્યું છે કે, અમે મામલા પર ફરી વિચાર કરી રહ્યા છે. અમે વિચાર કરી રહ્યા છે કે શું આ નિર્ણય પર ફરી વિચાર કરી શકાય છે. સંવિદા કર્મચારીઓ જે દરેક હોસ્પિટાલિટી ઉદ્યોગથી જોડાયેલા છે, તેમણે રેલ મંત્રી પિયૂસ ગોયલને હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.

સૂત્રોએ કહ્યું છે કે, જેમના કરાર સમાપ્ત થઈ ગયા છે, તેમાંથી ઘણાંને 26 જૂને તેમના પત્રો મળી ગયા છે. હાલમાં માત્ર 230 વિશેષ ટ્રેનો શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનોની સાથે સેવામાં છે. દરેક નિયમિત યાત્રી સેવાઓને 23 માર્ચથી બંધ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp