કોરોનાના ડરથી અંડરવર્લ્ડ પણ ખૌફમાં, નથી કરી રહી ખંડણી માટે ફોન

PC: mangalorean.com

શું કોરોના વાયરસથી અંડરવર્લ્ડ પણ ડરી ગયું છે? જો મુંબઈ પોલીસના દાવાઓને માનીએ તો છેલ્લા કેટલાક દિવસોથી ડોનોના ફોન આવવાના અચાનક બંધ થઈ ગયા છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચના હફ્તા (ઉઘરાણી) નિરોધક સેલના ચીફ અજય સાવંતે કહ્યું હતું કે, હાલના દિવસોમાં મુંબઈમાં ભાઈગિરી એકદમ બંધ થઈ ગઈ છે. દેશ અને વિદેશ એમ ક્યાંયથી પણ વેપારીઓ પર ફોન નથી આવતા. અજય સાવંત હાલમાં ડોન એજાઝ લાકડાવાળા સાથે જોડાયેલા અનેક કેસોનું ઈન્વેસ્ટિગેશન કરી રહ્યાં છે. જાન્યુઆરીમાં પટનાથી એજાઝ લકડાવાળાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં સુધી ચીનમાં કોરોનાના અનેક કેસ સામે આવી ચુક્યા હતા, પરંતુ ભારતમાં આ બીમરીની દહેશત નહોતી.

લકડાવાળાની ધરપકડ કરાયાના કેટલાક દિવસો પછી જ બીજા ડોન રવિ પૂજારીને સેનેગલથી ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો પરંતુ, મુંબઈમાં ઉગરાણીના કોલ્સ ઓછાં નહોતા થયા. એક તરફ, ડોન પ્રસાદ પૂજારી મુંબઈના ઘણાં બિલ્ડરોને ધમકાવતો રહ્યો. તેણે શિવસેનાના એક નેતા પર ગોળી ચલાવડાવી હતી અને એ દરમિયાન એક બિલ્ડર પાસે 10 લાખ રૂપિયાની ઉઘરાણી પણ કરી હતી. અનેક બિલ્ડરોને તેણે કરોડ રૂપિયા સુધીની ઉઘરાણીના પણ ફોન કર્યા પરંતુ હવે તેની બોલતી બંધ છે.

ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે, મુંબઈ લગભગ છેલ્લા એક અઠવાડિયાથી લોકડાઉન છે. વેપારીઓના બિઝનેસ ઠપ્પ છે. પ્રસાદ પુજારી, સુરેશ પુજારી અને અન્ય ડોનોને ખબર છે કે ગમે તેટલી ધમકીઓના કોલ્સ કરવામાં આવે પરંતુ, હવે તેમને રકમ મળવાની નથી. જેલમાં બેઠાં ડોનો પણ મુંબઈના અનેક વેપારીઓને ફોન કરતા રહે છે. કેટલાક દિવસો પહેલા ઉદય પાઠક નામના ડોને કુરારના બે વેપારીઓ પાસે પાંચ કરોડ રૂપિયા માંગ્યા હતા, પરંતુ હવે જેલમાંથી પણ ધમકીઓ નથી આવતી. પ્રસાદ પુજારી વિદેશમાં ક્યાં છે? તેની જાણકારી મુંબઈ પોલીસને નથી પરંતુ, એક અધિકારીના જણાવ્યા અનુસાર તે જ્યાં દાઉદ, અનીસ ઇબ્રાહિમ, છોટા છકીલ, મફિલ મચમચ જેવા ‘D કંપની’ના ડોન સંતાયેલા છે ત્યાં તે બિલકુલ નથી. આમ જોવા જઈએ તો કોરોના વાયરસ પાકિસ્તાનના અનેક શહેરોમાં પણ ફેલાઈ ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp