26th January selfie contest

ISIની મહિલા એજન્ટની મોહજાળમાં સેનાનો જવાન ફસાયો, થઈ ધરપકડ

PC: haribhoomi.com

પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની મહિલા એજન્ટની જાળમાં ફસાયેલા જેસલમેર મિલિટ્રી સ્ટેશનના આર્મ્ડ (ટેન્ક) યુનિટના સૈનિક સોમવીર સિંહે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મહિલા એજન્ટે સેનાના 45થી વધુ સૈનિકોને પોતાની મોહજાળમાં ફસાવ્યા હતા. સોમવીરની ધરપકડ બાદ તપાસ હાથ ધરવામાં આવતા આ તમામ સૈનિકો તપાસની રડારમાં આવી ગયા છે.

ISIની મહિલા એજન્ટ દ્વારા ‘અનિકા ચોપડા’ના નામથી ફેક ફેસબુક આઈડી બનાવીને સેનાના જવાનોને ફસાવવામાં આવતા હતા. સેના અને હનિટ્રેપ મામલે તપાસ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર, અનિકાએ 2016માં સૌથી પહેલા સોમવીરને ફસાવ્યો હતો. જે બાદ સોમવીરના ફ્રેન્ડલીસ્ટમાં સામેલ અન્ય સૈનિકો સાથે પણ મિત્રતા કેળવી હતી. આ મહિલા એજન્ટ પોતાને મિલિટ્રી નર્સિંગ સર્વિસની કેપ્ટન ગણાવતી હતી. હવે આ મામલાની તપાસ મિલિટ્રી ઈન્ટિલિજન્સની જોધપુર યુનિટ, રાજસ્થાન CID સહિત અન્ય ગુપ્તચર એજન્સીઓ કરી રહી છે.

આ અંગે જયપુર ઈન્ટિલિજન્સના ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર શંકાસ્પદ ગતિવિધીઓને પગલે નવા વર્ષની શરુઆતમાં સોમવીરની અટકાયત કરવામાં આવી હતી. જે બાદમાં તેના વિરુદ્ધ પુરાવા મળતા શુક્રવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. જયપુરમાં તેની સાથે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. સોમવીરને 18 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે. સોમવીર પર સ્વદેશી અર્જુન ટૈંક દ્વારા કરવામાં આવતા યુદ્ધાભ્યાસનો વીડિયો સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન મોકલવાનો આરોપ છે.

મહિલા એજન્ટે 2016માં ફેસબુક પર આર્મીના વસ્ત્રોમાં સોમવીર સિંહનો ફોટો જોઈને તેની સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. મહિલા એજન્ટની મોહજાળમાં ફસાયેલો સોમવીર પહેલેથી જ પરણીત છે. અનિકા પ્રથમ મેસેન્જર દ્વારા વાત કરતી હતી, બાદમાં જમ્મુના મોબાઈલ નંબરથી સતત વીડિયો અને વોઈસ કોલ કરવા લાગી હતી. મહિલા એજન્ટ જે નંબર પરથી ફોન કરતી હતી, તેનું IP એડ્રેસ કરાચી આવી રહ્યું હતું. સોમવીરની ધરપકડ બાદ અનિકાએ પોતાના ફે્સબુક પર ફ્રેન્ડ લીસ્ટ બ્લોક કરી દીધુ છે, જેથી કોઈ જોઈના શકે અને અંગત જાણકારી પણ છુપાવી દેવામાં આવી છે.

સોમવીરે અહમદનગરમાં ટેંકની ટ્રેનિંગ સેન્ટરથી અનેક મહત્વપૂર્ણ જાણકારીઓ શેર કરી હતી, જે બાદ 2017માં તેની બદલી જેસલમેર મિલિટ્રી સ્ટેશન સ્થિત અર્જુન ટેંકની યુનિટમાં થઈ હતી. જ્યાંથી તે ISIનો મહત્વપૂર્ણ માણસ બની ગયો. દેશમાં અર્જુન ટેંકની યુનિટ જેસલમેરમાં જ છે. આ મહિલા એજન્ટ સોમવીર સિવાય આજ આર્મ્ડ યુનિટના અન્ય 4-5 જવાનો સાથે સંપર્કમાં હતી. તેમની પાસેથી માહિતી ઓકાવવા માટે તે વીડિયો કોલ મારફતે અશ્લિલ ડાન્સ કરતી હતી. સોમવીરના મોબાઈલમાંથી તેના નગ્ન ફોટાઓ પણ મળ્યા હતા. તે સેનાના જવાનોને લગ્નની લાલચ આપતી હતી. જ્યારે તે માહિતી માંગવા લાગી, તો 2-3 જવાનોએ તેનાથી અંતર બનાવી લીધુ હતું. જો કે સોમવીર તેની મોહજાળમાં ફસાઈ ગયો હતો.

સોમવીરે માત્ર 5000 રુપિયાના બદલે અર્જુન ટેંકની ગતિવીધીઓ સહિત તેના વીડિયો મહિલા એજન્ટને સોંપ્યા હતા. અનિકાએ ગત જૂન મહિનામાં સોમવીરના ખાતામાં આ રુપિયા દિલ્હીના લાજપતનગરના એક ડિપોઝીટ મશીન દ્વારા જમા કરાવ્યા હતા. પૈસા જમા કરાવના વ્યકિત હેલ્મેટ પહેરીને ATMમાં પહોંચ્યો હતો. ગુપ્તચર એજન્સીઓ તેને શોધી રહી છે. જે બાદ જૂલાઈમાં 10 હજાર રુપિયા માંગવામાં આવતા જેસલમેરના કોઈ એજન્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp