ITની જંગલમાં રેડ, કારમાંથી 52 કિલો સોનું, 15 કરોડની રોકડ મળી
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં ITના દરોડામાં 52 કિલો સોનું અને 15 કરોડની રોકડ મળી આવી હતી. આ જથ્થો જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, ભોપાલ નજીક સ્થિત મેંદોરીના જંગલોમાં એક કાર પર આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવી હતી. ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે આવકવેરા વિભાગની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
આવકવેરા વિભાગની આ કાર્યવાહીમાં 100થી વધુ પોલીસકર્મીઓની ટીમ સામેલ હતી. આ દરોડા લોકાયુક્ત અને આવકવેરા વિભાગની સંયુક્ત કાર્યવાહીનો એક ભાગ હતો જે બે દિવસથી ચાલી રહી હતી. આ પહેલા આવકવેરા વિભાગે ભોપાલ અને ઈન્દોરમાં એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીના 51 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, મેંદોરીના જંગલોમાં જપ્ત કરાયેલી કારમાંથી 52 કિલો સોના ઉપરાંત લગભગ 15 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે, જેને વિભાગે પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં કન્સ્ટ્રક્શન કંપની પર ટેક્સ ચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. વિભાગે આ સંદર્ભે તપાસમાં ઝડપ કરી છે અને સંબંધિત દસ્તાવેજો અને પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ દરોડા પછી રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આટલી મોટી રોકડ અને સોનું ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો.
આ ઉપરાંત લોકાયુક્તે ભોપાલમાં પૂર્વ RTO કોન્સ્ટેબલના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા, જેમાં 2 કરોડ 85 લાખ રૂપિયા રોકડા અને 60 કિલો ચાંદીની સાથે 50 લાખ રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp