પુલવામામાં સુરક્ષાદળોએ 2 આતંકીને કર્યા ઠાર, અનંતનાગમાં ચાલી રહ્યું છે એનકાઉન્ટર

PC: morungexpress.com

જમ્મૂ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે. જ્યાં પુલવામા જિલ્લાના અવંતીપોરામાં બંને તરફથી ગોળીબારી થઈ રહી છે. જોકે, સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. તેમજ અનંતનાગમાં પણ એનકાઉન્ટર ચાલી રહ્યું છે.

અવંતીપોરાના પંજગામ ગામમાં આજે સવારે આતંકવાદીઓની 130 બટાલિયન CRPF, 55 RR અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની વચ્ચે મુઠભેડ થઈ હતી. તેમજ સુરક્ષાદળોએ આતંકી ઠાર કરી દીધા. જેમાંથી એકનું નામ શૌકત એહમદ હોવાનું જાણવા મળ્યું છે.

જણાવી દઈએ કે, જમ્મૂ-કાશ્મીરના કેટલાક ભાગોમાં એકવાર ફરી આતંકી હુમલા અંગે એલર્ટ જાહેર કરાયું છે. તાજા ઈન્ટેલિજન્સ ઈનપુટ અનુસાર, આતંકી સતત ઘાટીમાં દહેશત ફેલાવવાના પોતાના ઈરાદાઓને સફળ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ જોખમને જોતા સમગ્ર ઘાટીમાં સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.

તેમજ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં કેટલાક દિવસોમાં આતંકીઓની સાથે મુઠભેડની સંખ્યા વધુ છે, એવામાં જોખમ માત્ર સરહદ પારના આતંકીઓથી જ નહીં પરંતુ ઘાટીમાં રહેલા આતંકીઓથી પણ છે. ગુરુવારે જ પુલવામામાં એક ભીષણ મુઠભેડ થઈ હતી, જેમાં ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp