જયપુરના ટોચના 20 વેડિંગ પ્લાનરને ત્યાં ઇન્કમ ટેક્સના દરોડા મોટો દલ્લો મળશે
ઇન્કમટેક્સ વિભાગે જયપુરના ટોચના વેડીંગ પ્લાનરને ત્યાં દરોડા પાડ્યા છે અને આ દરોડા હજુ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં ઇન્કમટેક્સ વિભાગને 7500 કરોડ રૂપિયાનો એવો ખર્ચ મળ્યો છે જેનો કોઇ હિસાબ નથી. આ દરોડામાં અધિકારીઓને મોટો દલ્લો મળવાની શક્યતા છે.
અમીર લોકો શાનદાર અને વૈભવી લગ્નો કરે અને આ વેડીંગ પ્લાનર્સએનો ફાયદો પોતાના બ્લેકના રૂપિયા વ્હાઇટમાં કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓ અત્યારે લગ્ન સમારંભોમાં થયેલી રોકડની લેવડ-દેવટ પર ફોકસ કરી રહ્યા છે. વેડીંગ પ્લાનર્સ ગ્રાહકો પાસેથી સરળતાથી રોકડ સ્વીકારી લે છે અને પછી વ્હાઇટ કરવા માટે ઓપરેટરોને રાખીને ખોટા ખોટા બિલો મેળવી લે છે. વિદેશમાં થનારા લગ્નોના આયોજનો પર પણ તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp