જમ્મુ-કાશ્મીર પંચાયત ઇલેક્શન : આઠમા ચરણ માટે મતદાન શરૂ

PC: ndtv.com

જમ્મુ અને કાશ્મીરમાં આજે એટલેકે શનિવારે સવારે પંચાયતની ચૂંટણી 2018ના આઠમાં ચરણ માટે મતદાન શરૂ કરવામાં આવેલ છે. મતદાન સંપન્ન કરાવવા માટે ઇલેક્શન કમીટી તરફથી રાજ્યમાં 2633 મતદાન કેન્દ્ર બનાવવામાં આવેલ છે. આ મતદાન કેન્દ્રોમાં 550 કાશ્મીરી અને 2083 જમ્મુ સંભાગમાં છે. ઇલેક્શનમાં બપોરે બે વાગ્યા સુધી વોટ નાખવામાં આવશે.

મુખ્ય અધિકારી શાલીન કાબરાના જણાવ્યા અનુસાર આ ચરણમાં 361 મતદાન કેન્દ્રોને અતિ સંવેદનશીલ ઝોનમાં રાખવામાં આવેલ છે. તેમાં 171 કાશ્મીર અને 190 જમ્મુ સંભાગમાં આવે છે.આ ઇલેક્શનમાં 331 સરપંચ અને 2007 પંચ સીટ માટે 6304 ઉમીદવાર પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. જ્યારેકે આ સીટોમાંથી 43 સરપંચ અને 681 પંચોનો નિર્વિરોધ ચૂંટણી થઇ ચૂકી છે.

જણાવી દઇએ કે સરપંચ 20 ક્ષેત્રોમાં 515121 અને પંચ ક્ષેત્રોંમાં 419775 મતદાતા પોતાના મતનો ઉપયોગ કરશે આ ક્ષેત્રોમાં શોપિંયા, કુલગામ, રિયાસી, કઠુઆ, સાંબા, જમ્મુ, કુપવાડા, બાંદીપોર, બારામુલા, શ્રીનગર, બડગામ, પુલવામા અને રાજોરીનો સમાવેશ કરવામાં આવે છે.

આપને જણાવી દઇએ કે રાજ્યમાં નવ ચરણમાં પંચાયતના ઇલેક્શન થઇ રહ્યા છે. આ પહેલા મંગળવારે જમ્મુ તેમજ કાશ્મીર પંચાયત ઇલેક્શનના સાતમા ચરણ માટે મતદાન કરવામાં આવ્યું હતું. સવારના સમયે ઠંડી છતા જમ્મુ અને કાશ્મીર બંને જગ્યાએ મતદાન કેન્દ્રોની બહાર મતદાતાઓની મોટી મોટી લાઇનો જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp