4 કલાક સુધી બરફમાં ચાલીને 100 જવાનો ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ પહોંચ્યા

PC: twimg.com

દેશની શાન એવા ભારતીય જવાનો માટે આજે ખાસ દિવસ છે. કારણ કે આજે ‘સેના દિવસ’ છે. સૌ કોઈ જવાનોને સલામ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે જમ્મુ કાશ્મીરમાંથી એક તસવીર સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે સેના માત્ર દુશ્મનોને મારવા માટે નહિ પણ લોકોની મદદ માટે પણ તૈયાર રહે છે. જમ્મુ કાશ્મીરમાં સેનાના 100 જવાનોએ 4 કલાક બરફમાં ચાલીને ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડી. જ્યાં તેને ડિલીવરી થઈ.

ભારતીય સેનાની ચિનાર કૉર્પ્સ દ્વારા જણાવવામાં આવ્યું કે, ઘાટીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેને કારણે કમર સુધી બરફ પડ્યો છે.

જેની વચ્ચે શમીમા નામની ગર્ભવતી મહિલાની ડિલીવરી થવાની હતી, જેને તરત હોસ્પિટલ પહોંચાડવાની જરૂરત હતી. પણ જે ગામમાં તે હતી, ત્યાં આવી કોઈ સુવિધા નહોતી.

સેનાએ જણાવ્યું કે, 4 કલાક સુધી ભારે બરફની વચ્ચે 100 સેનાના જવાનોએ, 30 સ્થાનીય નાગરિકોની મદદ વડે કમર સુધીના બરફમાં ચાલીને ગર્ભવતી મહિલાને સ્ટ્રેચર પર હોસ્પિટલ પહોંચાડવામાં આવી. હોસ્પિટલ પહોંચીને મહિલાએ બાળકને જન્મ આપ્યો. હવે, મહિલા અને બાળક બંને સુરક્ષિત છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. એ જ કારણ છે કે ત્યાં રોજિંદુ જીવન સંપૂર્ણ રીતે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે હિમવર્ષાને કારણે રસ્તા અને હાઈવે બંધ છે. અને દેશના અન્ય ભાગોની સાથે તેનો સપંર્ક તૂટી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp