BJPએ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાના વિલંબ માટે દિલ્હી સરકારને જવાબદાર ગણાવી

PC: india.com

નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં પડી રહેલા વિલંબ માટે ભાજપાએ દિલ્હીની કેજરીવાલ સરકારને જવાબદાર ગણાવી છે. ભાજપાનું કહેવું છે કે, કેજરીવાલ સરકારની બેદરકારીને કારણે ફાંસીમાં વિલંબ આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે દિલ્હી સરકાર પર સવાલ ઊભા કર્યા છે.

નોટિસ વિલંબ માટે AAP સરકાર જવાબદારઃ

પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પાછલા 2.5 વર્ષમાં દિલ્હી સરકારે દોષિતોની દયા અરજી દાખલ કરવા માટે નોટિસ જાહેર શા માટે ન કરી? દેશને હલાવી નાખનાર નિર્ભયાકાંડ થયો, જેના આરોપીઓ હજુ સુધી ફાંસીના માંચડે ચઢ્યા નથી. તેનું એક જ કારણ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જે સરકાર છે, જેમની બેદરકારીને કારણે તેમને હજુ સુધી ફાંસી થઈ નથી.

સુપ્રીમ કોર્ટે દોષિતોની અપીલ 2017માં જ ફગાવી દીધી હતી, તેમને ફાંસીની સજા આપી હતી. એક પ્રક્રિયા હોય છે. જેના હેઠળ તિહાડ જેલ તંત્રને એક નોટિસ આપવાની હોય છે કે શું તમારે અરજીઓ આપવી છે. પણ આ નોટિસ ગયા વર્ષે ઓક્ટોબર સુધી આપવામાં આવી નહિ. અઢી વર્ષનો વિલંબ છે. જે દિલ્હી સરકારની દોષિતો પ્રત્યે સહાનુભૂતિ છે. ડેથ વોરંટની સુનાવણી દરમિયાન દિલ્હી સરકારના વકીલ રાહુલ મેહરાએ કહ્યું કે, 22 જાન્યુઆરીના રોજ ફાંસી નહિ થઈ શકે.

સિસોદિયા બોલ્યા, તરત કાર્યવાહી કરીઃ

દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, તેમની સરકારે દોષિતોની અરજી પર તરત કાર્યવાહી કરી હતી. મુકેશ સિંહની અરજીને દિલ્હી સરકારે ફગાવી દેવાની ભલામણ કરી છે. સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકારે ઝડપથી આ મામલે નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp