Video: જવાનની બર્થડે સેલિબ્રેશનનો વીડિયો જોઈ લોકો ભાવુક થયા, આપણા હીરોને સલામ

PC: langimg.com

સોશિયલ મીડિયા પર સેનાના જવાનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ ઘણાં લોકો ભાવુક થઇ રહ્યા છે. આ વીડિયોને IPS પંકજ નૈને 29 જૂનના રોજ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું, દબા હર ઈચ્છા દિલ મેં, હર ફિક્ર ધુંએ મેં ઉડાતે હે, મનતી રહે આપકી સાલગિરહ સૂકૂન સે, બસ ઈસી કી ખાતિર...ઈસ ભારત માં કે કુછ બેટો કે હર ખાસ દિન, સરહદો પે હી નિકલ જાતે હે. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 હાજરથી વધારે વાર જોવામાં આવ્યો છે. અને 1 હજારથી વધારે લાઇક્સ મળી ગઇ છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, અમુક જવાનો તેમના સાથીનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. પણ તેમની પાસે કેસ નથી...અને તેઓ આસપાસ મોજૂદ બરફથી જ એક કેક તૈયાર કરે છે, જેના પર મોટા મોટા અક્ષરોથી બાબૂ લખ્યું છે. સૌ કોઈ હેપ્પી બર્થડે ગાવા લાગે છે. જવાન કેક કાપે છે. જવાનો બરફના તે ટુકડાને કેકના પીસની જેમ ઉઠાવીને બર્થ ડે બોયના મોઢાથી લગાવે છે. આ ક્ષણને જોઈ ઘણાં લોકો ભાવુક થઈ રહ્યા છે.

સલામ છે આપણા હીરોને

વીડિયો જોઇ એક યૂઝરે લખ્યું કે, આદર અને પ્રણામ છે આપણા વીર જવાનોને, જેઓ દેશ ખાતર સીમા પર આપણી રક્ષા કરી રહ્યા છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, દુઃખ ત્યારે થાય છે જ્યારે ભારતમાં અમુક લોકો કહે છે પરાક્રમ, બલિદાનની સાહિતી આપો.

જણાવીએ કે, હાલમાં જ ભારત અને ચીન સીમા પર ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. ત્યાર પછી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ભારતમાં ચીન અને તેના સામાનોનો વિરોધ ચાલી રહ્યો છે. એવામાં હાલમાં જ લદ્દાખમાં ચીન ભારત સીમા પર તૈનાત એક ભારતીય જવાનનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ ભારતના લોકોને ચીનના સામાનો અને એપ્સનો ઉપયોગ નહીં કરવાની વાત કરી રહ્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp