બુલંદશહર હિંસાનો 11 નંબરનો આરોપી ફોજી, જાણો શું છે આરોપ આ ફોજી પર

PC: india.com

યુપીના બુલંદશહરમાં કથિત ગોકશી બાદ થયેલ હિંસાની એફઆઇઆરમાં આરોપી નંબર 11નું નામ સામે આવવા પર આ બનાવ અંગેનો નવો વળાંક સામે આવ્યો છે. આરોપીની ઓળખ જિતેન્દ્ર સિંહ ઉર્ફે જીતુ ફોજીના રૂપે કરવામાં આવેલ છે. અને તે ભારતીય સેનાનો જવાન છે. જે કાશ્મીરમાં તૈનાત છે. ઘટનાના દિવસથી જ તે ફરાર છે. જેને શોધવા પોલીસની એક ટીમ જમ્મુ કાશ્મીર મોકલવામાં આવી ચૂકી છે.

યુપી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર જીતુને હિંસાના ઘણા વિડીયોમાં જોવામાં આવ્યો છે. બનાવની તપાસ માટે ગઠિત કરવામાં આવેલ એસઆઇટીના 14 વિડીયો ક્લીપ અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આરોપીઓને ગવાહોની જુબાનીને પણ રેકોર્ડ કરવામાં આવે છે. ઇંસ્પેક્ટર સુબોધ સિંહની હત્યામાં સામેલ આરોપી જવાનની તલાશ માટે જમ્મુ કાશ્મીરમાં યુપી પોલીસની એક ટીમ શુક્રવારે પહોંચી ભારતીય સેનાએ પણ આ વાતની પૃષ્ટી કરી અને પોલીસને પૂર્ણ સહયોગ આપવા અંગે આશ્વાસન આપ્યું.

યુપી આઇજી એસ કે. ભગતના જણાવ્યા અનુસાર જીતુનું નામ સ્યાનામાં તોફાન, હત્યાના બનાવમાં લખવામાં આવેલ એફઆઇઆરમાં આરોપીની રીતે સામેલ છે. મૂળ FIR માં જીતુની ઓળખાણ આરોપી નંબર 11ની રીતે કરવામાં આવેલ છે. તેનું નામ જીતુ ફૌજી પુત્ર રાજપાલ સિંહ લખવામાં આવેલ છે. મેરઠ ઝોનના એડીજી પ્રશાંતકુમારના જણાવ્યા અનુસાર જીતુનુ નામ એફઆઇઆરમાં નોંધવામાં આવેલ છે. અને તેને પકડવા માટે ટીમ જમ્મુ મોકલી દેવામાં આવેલ છે. તે 27 લોકમાંથી એક છે. અન્ય પોલીસ અધિકારીઓએ પણ જીતુને પોલીસ ઇન્સેક્ટરની હત્યામાં સીધા સામેલ થવાની વાતને ખારીજ કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp