જેલમાં બંધ IAS પૂજાએ કરી મચ્છર કરડવાની ફરિયાદ, જાણો કોર્ટે શું કહ્યું?

PC: google.co.in

ઝારખંડની હાઈકોર્ટમાં સિંગલબેંચમાં તિરસ્કારના એક કેસ મુદ્દે રાજ્યના મુખ્ય સચિવ કોર્ટમાં ઓનલાઈન હાજર થયા હતા. સુનાવણી દરમિયાન જજે મુખ્ય સચિવને મૌખિકરૂપમાં કહ્યું કે, આજે ન્યુઝ પેપર(દૈનિક જાગરણ)માં એક સમાચાર છપાયા છે. તે સમાચારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક સિનીયર IAS જેલમાં છે, તો તેમને મચ્છર કરડવા લાગ્યા. જેલમાં તેમને ગંદકી દેખાઈ તો તેમને ગુસ્સો આવ્યો અને ત્યાં રહેલા કર્મચારીઓને કહ્યું કે, કઈ વાતનો તમે પગાર લ્યો છે. પગાર લ્યો છો તો કામ કેમ નથી કરતા.

જજે મુખ્ય સચિવને કહ્યું કે જયારે અધિકારી ઉચ્ચ હોદ્દા ઉપર કામ કરે છે તે દરમિયાન તે વ્યવસ્થાને કેમ સુધારતા નથી. જયારે પોતાના ઉપર આવે છે તો બધું દેખાવા લાગે છે. અદાલતે કટાક્ષ કરતા મુખ્ય સચિવને કહ્યું કે, જેલમાં ફોગિંગ મશિન મોકલો. જેથી VIPની સાથે સામાન્ય કેદીઓને પણ મચ્છરથી રાહત મળે.

કોર્ટે કહ્યું કે, જેલમાં બધા કેદીઓને નોટિફાઇડ સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સરકારની છે.  તેમાં કોઈની સાથે ભેદભાવ ન કરી શકાય અને બધા કેદીઓને આ અધિકાર પણ છે. જેને નજર અંદાજ ન કરી શકાય. કોર્ટે એક તિરસ્કારના મુદ્દે મુખ્ય સચિવને બોલાવ્યા હતા. જેના ઉપર સુનાવણી દરમિયાન મૌખિક રૂપે આ ટિપ્પણી કરી છે. જણાવી દઈએ કે, IAS પૂજા સિંઘલ વિરુદ્ધ EDની કાર્યવાહી હાલ ન્યુઝ પેપર અને ઈંટરનેટ ઉપર છવાયેલી છે. સૌથી વધુ ઈન્ટરનેટ મીડિયામાં આ મુદ્દે પ્રતિક્રિયાઓ આવી રહી છે. 

નોંધનીય છે કે, IAS પૂજા સિંઘલ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં આવ્યા છે. મનરેગા કૌભાંડને લઈને આખો વિવાદ શરુ થયો હતો. આ કેસમાં EDએ ઝંપલાવ્યું હતું. પૂજા સિંઘલના CAના ઘરેથી કરોડો રૂપિયા કેસ મળી આવતા સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી.

આ મામલે પૂજા સિંઘલની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ IAS પૂજા સિંઘલ જેલમાં છે. IAS પૂજા સિંઘલ જયારે IAS બન્યા ત્યારથી જ ચર્ચામાં આવ્યા હતા. માત્ર 21 વર્ષની ઉંમરમાં તેઓ IAS બની ગયા હતા. પૂજા સિંઘલ અનેકવાર ચર્ચામાં આવ્યા છે. આ પહેલા જયારે તેમને IAS રાહુલ પુરવાર સાથે લગ્ન કર્યા અને તેમની સાથે છૂટાછેડા લીધા હતા અને બાદમાં અભિષેક ઝા સાથે લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp