કેબિનેટ મંત્રી કમલ વરૂણનું કોરોનાને કારણે નિધન, CMએ રદ્દ કર્યો અયોધ્યા પ્રવાસ

PC: intoday.in

ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલ વરૂણનું નિધન થઇ ગયું છે. તેમનું પૂરું નામ કમલ રાની વરૂણ હતું. તેઓ UP વિધાનસભાના સભ્ય હતા. આ પહેલા તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે. કમલ રાની UP સરકારમાં ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર હતા. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને લખનૌના PGIમા તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.

કમલ રાનીનું નિધન કોરોનાને કારણે થયું છે. તેઓ 18 જુલાઇના રોજ કોરોના સંક્રમિત થયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે રવિવારે તેમનું નિધન થયું હતું. કમલ રાનીનો જન્મ 3 મે 1958ના રોજ થયો હતો.

તેમના નિધન પર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો હતો. CMએ લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશ સરકારમાં મારા સહયોગી, કેબિનેટ મંત્રી કમલ રાની વરૂણજીના અસમય નિધનની સુચના વ્યથિત કરનારી છે. પ્રદેશે આજે એક સમર્પિત જનનેત્રી ખોઈ દીધા છે. તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઇશ્વર દિવંગતના આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન પ્રદાન કરે. ઓમ શાંતિ...

કમલ રાનીને બ્લડ પ્રેશર અને ડાયાબિટીશની બીમારી પણ હતી. ફેફડામાં ગંભીર સંક્રમણ થતા તેમનું મોત થયું હતું. કમલ રાનીના નિધનની ખબર આવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલેથી નિર્ધારિત પોતાનો અયોધ્યા પ્રવાસ રદ્દ કર્યો હતો. CM યોગી આજે ભૂમિ પૂજનની તૈયારીઓની સમીક્ષા કરવા અયોધ્યાના પ્રવાસે જવાના હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp