પોલીસની મારથી અપમાનિત રીક્ષાચાલકને DMએ રિપબ્લિક ડે પર ખાસ મહેમાન બનાવ્યા

કાનપુરમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોલીસે એક ઓટો ચાલકને માર માર્યો અને અપશબ્દોનો ઉપયોગ કર્યો. આનાથી દુઃખી થઈને, ઓટો ડ્રાઈવરે ફરિયાદ સાથે DMનો સંપર્ક કર્યો. તેમની ફરિયાદ અને તેમની આંખોમાંથી વહેતા આંસુએ વહીવટીતંત્રને ચોંકાવી દીધું. DMએ પીડિતની વાત સાંભળી જ નહીં, પરંતુ તેમને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ખાસ મહેમાન તરીકે આમંત્રણ પણ આપ્યું હતું.
UPના કાનપુરમાં, પોલીસના માર મારવાથી અપમાનિત થયેલા એક ઓટો ડ્રાઈવરે DM સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમની લાગણીઓ સમજીને, જિલ્લા મેજિસ્ટ્રેટે તેમની વાત સાંભળી અને તેમને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ખાસ મહેમાન બનાવ્યા. હકીકતમાં, શુક્રવારે જાહેર સુનાવણી દરમિયાન ઓટો ડ્રાઈવર રડી પડ્યો હતો અને કહ્યું હતું કે, સાહેબ, પોલીસે મને માર માર્યો છે અને મારું અપમાન કર્યું છે.
મળતી માહિતી મુજબ, હનુમંત વિહારમાં રહેતા ઓટો ડ્રાઈવર રાકેશે જણાવ્યું કે, જ્યારે તેણે નૌબસ્તા વિસ્તારમાં જામ દરમિયાન હોર્ન વગાડ્યો, ત્યારે એક પોલીસકર્મીએ તેને માત્ર લાકડીથી માર્યો જ નહીં પરંતુ તેની ઓટોને પણ નુકસાન પહોંચાડ્યું. પોલીસકર્મીએ અપશબ્દોનો ઉપયોગ કરીને તેનું અપમાન કર્યું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતાં કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી. રાકેશે પોતાનો મુદ્દો DM સુધી પહોંચાડવાનું નક્કી કર્યું અને પોતાની ફરિયાદ નોંધાવવા માટે જાહેર સુનાવણીમાં પહોંચ્યો હતો.
કાનપુરના DM જિતેન્દ્ર પ્રતાપ સિંહે તાજેતરમાં જ જિલ્લાનો કાર્યભાર સંભાળ્યો છે. ફરિયાદીની ફરિયાદ સાંભળીને, તેમણે તેમને માત્ર સાંત્વના જ ન આપી, પરંતુ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ખાસ મહેમાન તરીકે આમંત્રણ પણ આપ્યું. તેમણે કહ્યું કે, ઓટો ડ્રાઈવર રાકેશની ફરિયાદને સંપૂર્ણ ગંભીરતાથી લેવામાં આવી છે. આ ફક્ત એક વ્યક્તિનો મામલો નથી, પરંતુ એક સંદેશ છે કે વહીવટીતંત્ર હંમેશા નાગરિકોના સ્વાભિમાન સાથે ઉભું રહેલું છે.
રાકેશને 26 જાન્યુઆરીના રોજ સવારે ધ્વજવંદન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યાં તેને ખાસ મહેમાન તરીકે સન્માનિત કરવામાં આવશે. DMએ એમ પણ કહ્યું કે, એડિશનલ DCP ટ્રાફિક આ મામલાની તપાસ કરી રહ્યા છે અને દોષિત પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાકેશની આ વાર્તા એક સામાન્ય નાગરિકના સ્વાભિમાન માટેની લડાઈ છે. DM જીતેન્દ્ર પ્રતાપ સિંહે માત્ર સંવેદનશીલતા જ દર્શાવી નહીં, પરંતુ એમ પણ કહ્યું કે સરકારી તંત્ર જનતા સાથે છે.
રાકેશે કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, મારી ફરિયાદ પર આટલું મોટું પગલું ભરવામાં આવશે. DM સાહેબે મને જે માન આપ્યું છે, તેનાથી મારો આત્મવિશ્વાસ પાછો આવ્યો છે. આ કિસ્સાએ સાબિત કર્યું કે જ્યારે વહીવટીતંત્ર સંવેદનશીલ હોય છે, ત્યારે નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત બને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp