26th January selfie contest

કાનપુર હિંસામાં નવો વળાંક, સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસ કરી રહી છે તપાસ

PC: indiatoday.in

કાનપુરમાં નવા માર્ગ પર થયેલા હોબાળાનું કનેક્શન પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ સાથે જોડાઈ રહ્યું છે. હોબાળા દરમિયાન એક ફોન નંબરથી સતત પાકિસ્તાનમાં કોલ પર વાત ચાલી રહી હતી. એ નંબર હિસ્ટ્રીશીટર અતીક ખિચડીનો હતો. અતીક હોબાળા બાદથી જ ફરાર છે. SITને તેનું કનેક્શન બાબા બિરયાનીના માલિક મુખ્તાર બાબા સાથે મળી રહ્યું છે. SIT તપાસમાં અત્યારસુધી બે બિંદુ સામે આવ્યા છે. પહેલું ઉપદ્રવનું કાવતરું નૂપુર શર્માની ટિપ્પણીને લઈને ભારતની વિશ્વ પટલ પર બદનામી કરવા રચવામાં આવ્યું હતું.

બીજું ઉપદ્રવ પાછળ સ્થાનિક કારણ હિન્દુઓની વસ્તી ચંદેશ્વર હાતામાંથી ખાલી કરાવવાનું હતું. કેટલાક બિલ્ડરોની નજર તેના પર છે, પરંતુ 19 દિવસ બાદ નવા તથ્યાએ પોલીસની તપાસની દિશા બદલી દીધી છે. ઉપદ્રવ બાદ પોલીસ નવા માર્ગના મોબાઈલ ટાવરોના ડેટા શોધી રહી હતી. તેમાં સામે આવ્યું કે, એક મોબાઈલ નંબરથી એ સમયે પાડોશી દેશ સાથે વાત ચાલી રહી હતી. ત્યારબાદથી તે નંબર સતત બંધ આવી રહ્યો છે. પોલીસને ચેટિંગનો એક સ્ક્રીન શૉટ મળ્યો છે, જે અતીકનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં તે એ જ પાકિસ્તાની વૉટ્સએપ નંબર સાથે ચેટ કરી રહ્યો છે, જે ડેટા ફિલ્ટર દરમિયાન મળ્યો હતો.

ચેટમાં અતિકે લખ્યું છે કે, શેખ સાહેબ વધુ બોમ્બ જોઈએ. કામ થઈ જશે. ચેટનો સ્ક્રીન શૉટ અતીકનો છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. 40 વર્ષીય અતીક ખિચડી ગુનેગારોનું ગઢ કહેવાતા ગમ્મૂ ખાંના હાતાનો રહેવાસી છે. કર્નલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો હિસ્ટ્રીશીટર છે. તેની વિરુદ્ધ કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં 21 કેસ નોંધાયેલા છે. અતીકનો ભાઈ અકીલ પણ હિસ્ટ્રીશીટર છે. અતીક વિરુદ્ધ લૂંટ, મારામારી, હત્યાનો પ્રયાસ, ડ્રગ્સ તસ્કરી, ગુંડા એક્ટ હેઠળ કેસ નોંધાયેલા છે.

પોલીસ ઉપદ્રવમાં અત્યારસુધી 58 લોકોની ધરપકડ કરી ચૂકી છે. કેટલાક પરિવારજનોએ યુવકોને ખોટી રીતે ફસાવવાનો આરોપ લગાવતા પુરાવા સોંપ્યા હતા. તપાસ બાદ 4 યુવકોને પોલીસે ક્લીનચિટ આપી દીધી છે. 169ની કાર્યવાહી કરતા પોલીસ કોર્ટમાં પ્રાર્થના પત્ર આપશે, ત્યારબાદ આ યુવકોનો જેલમાંથી બહાર આવવાનો માર્ગ સાફ થઈ જશે. હોબાળા બાદ પોલીસે વીડિયો, ફોટોના આધાર પર 40 ઉપદ્રવીઓના પોસ્ટર જગ્યા જગ્યાએ લગાવ્યા હતા. ઘણા યુવકોને પોલીસે ઘટનાના સમયે પણ દબોચ્યા હતા. ધરપકડ બાદ કેટલાક પરિવારજનોએ પોલીસ કમિશનર વિજય સિંહ મીણાને મળીને આરોપીઓને નિર્દોષ ગણાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp