BJPને મળ્યા એટલા જ વોટ, જેટલા 2018માં હતા, તો કોંગ્રેસથી કઈ રીતે હાર્યું BJP?

PC: thequint.com

કર્ણાટકમાં કોંગ્રેસ કિંગ બની છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોમાં કોંગ્રેસ બાજી મારતી દેખાઈ રહી છે. ચૂંટણી આયોગના રુઝાન અનુસાર, કર્ણાટકમાં બહુમતની સાથે કોંગ્રેસની સરકાર બનતી દેખાઈ રહી છે. તેમજ, વિધાનસભા ચૂંટણીમાં BJPને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશમાં કુમારસ્વામીની JDS ત્રીજા સ્થાન પર ચાલી રહી છે. દરમિયાન રવિવારે બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે.

ચૂંટણી આયોગના આંકડાઓ અનુસાર, કોંગ્રેસે છલ્લાકેરે સીટ પર જીત મેળવી છે. તેમજ, 129 સીટો પર આગળ ચાલી રહી છે. જો BJPની વાત કરીએ તો પાર્ટીને માત્ર 66 સીટો મળતી દેખાઈ રહી છે. જ્યારે, JDSને 22 સીટો મળતી દેખાઈ રહી છે. આ ઉપરાંત, 4 અપક્ષ ઉમેદવાર અને 2 અન્ય પાર્ટીઓના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. જો વોટ પર્સન્ટેજની વાત કરીએ તો 2018 ચૂંટણીની સરખામણીએ આ વખતે કોંગ્રેસનો વોટ પર્સન્ટેજ વધ્યા છે અને પાર્ટીને 42.91% વોટ મળતા દેખાઈ રહ્યા છે. તેમજ, BJPના ખાતામાં 36.05% વોટ આવતા દેખાઈ રહ્યા છે. JDSને 13.1% વોટ મળતા દેખાઈ રહ્યા છે. તેમજ, અન્ય ખાતામાં 5.89% વોટ જતા દેખાઈ રહ્યા છે. છેલ્લીવારની સરખામણીમાં આ વખતે BJP ના વોટ પર્સન્ટેજમાં વધુ બદલાવ નથી થયો. 2018માં BJP ને 36.22% વોટ મળ્યા હતા.

કર્ણાટકમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને બહુમત નહોતી મળી. તે વખતે 72.13 ટકા મતદાન થયુ હતું. વિધાનસભા ચૂંટણીમાં BJPને કુલ 104 સીટો, કોંગ્રેસને 80 સીટો અને JDSને 37 સીટો મળી હતી. એક સીટ BSPને જેણે JDSની સાથે મળીને ચૂંટણી લડી હતી જ્યારે, એક સીટ અપક્ષે જીતી હતી. તેમજ, એક સીટ KPJP પાર્ટીના ખાતામાં આવી હતી.

જો વોટ પર્સન્ટેજની વાત કરીએ તો 2018 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધુ 38.04 ટકા વોટો પર કબ્જો જમાવ્યો હતો. ત્યારબાદ BJPને 36.22 ટકા અને JDSને 18.36 ટકા વોટ મળ્યા હતા. પરંતુ, કોઈપણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળી શક્યો. એવામાં BJPએ સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરીને સરકાર બનાવી હતી. યેદિયુરપ્પાએ CM પદના શપથ લીધા હતા. પરંતુ, તે બહુમત સાબિત ના કરી શકી, એવામાં તેમણે ત્રણ દિવસમાં રાજીનામું આપી દેવુ પડ્યું હતું.

ત્યારબાદ કોંગ્રેસે JDS સાથે મળીને સરકાર બનાવી હતી. JDS કુમાર સ્વામી રાજ્યના CM બન્યા હતા. પરંતુ, 14 મહિના બાદ જ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ બગાવત કરી BJPનો હાથ પકડી લીધો હતો. ત્યારબાદ કુમારસ્વામી સરકાર પડી ભાંગી હતી. રાજ્યમાં ફરી એકવાર યેદિયુરપ્પાના નેતૃત્વમાં BJPની સરકાર બની. જોકે, 2 વર્ષ બાદ યેદિયુરપ્પાએ રાજીનામુ આપી દીધુ અને બસવરાજ બોમ્મઈએ CM પદના શપથ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp