26th January selfie contest

કર્ણાટક ચૂંટણીઃ ખેડૂત પિતા માટે USની કંપની છોડી ભારત પાછો આવ્યો એન્જિનિયર પુત્ર

PC: news18.com

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કર્ણાટકના મેલુકોટેના ધારાસભ્ય કેએસ પુત્તનૈયાની 68 વર્ષની ઉંમરે કાર્ડિએક અરેસ્ટ આવતા મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પર મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ કહ્યું હતું કે કિસાન આંદોલને પોતાના એક મહત્ત્વના નેતાને ખોઈ દીધા છે, એક એવા નેતા જે જમીની હકીકતને સમજતા અને જાણતા હતા. જ્યારે હવે ફરીથી ચૂંટણી આવી અને તેમની જગ્યા લેવાનો સમય આવ્યો તો તેમના સમર્થકોએ તેના પુત્ર દર્શન પુત્તનૈયાને ચૂંટ્યો છે.

હાલમાં USના ડેન્વરમાં રહેતા દર્શને ત્યાં પોતાની એક કંપની પણ ખોલી છે. પોતાને પિતાની બેઠક પરથી ચૂંટણી માટે પસંદ કરવા પર તે કહે છે કે, મારા રાજનીતિમાં આવવાને લઈને અમારી વચ્ચે કોઈ ચર્ચા થઈ નથી. જો મારી એવી કોઈ યોજના હોતે તો કદાચ દુનિયાના કોઈ ખૂણામાં હું પૂરી રીતે સેટલ થયો નહીં હોત. કોંગ્રેસે 218 ઉમેદવારી લિસ્ટ રવિવારે જાહેર કરી છે. પરંતુ કોંગ્રેસે હજુ 5 સીટો પરના ઉમેદવારોની જાહેરાત કરી નથી. તેમાંથી એક સીટ મેલુકોટેમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સીટને લઈને દરેક જાણકારી આપી દીધી છે પરંતુ દર્શન રાજનીતિમાં એન્ટ્રી કરશે કે નહીં તે અંગેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

દર્શનના પિતા મંડ્યાના મેલુકોટેના વિધાયક હતા. તે કર્ણાટક સર્વોદય પાર્ટીના નેતા હતા. કેએસ પુત્તનૈયાના રાજનૈતિક કરિયરની શરૂઆત કર્ણાટક રાજ્ય રૈઠા સંઘ નામની એક ખેડૂતોની સંસ્થાથી થી હતી. આ સંસ્થા હવે યોગેન્દ્ર યાદવની સ્વરાજ ઈન્ડિયા પાર્ટીમાં ભેગી થઈ ગઈ છે. જ્યારે દર્શનને પૂછવામાં આવ્યું કે મોટા નેતાના પુત્ર હોવાને લીધે તેના માટે ચૂંટણી જીતવાનું સરળ હશે કે મુશ્કેલ. તેના જવાબમાં દર્શન કહે છે કે તેમનો પુત્ર હોવાને લીધે મારા માટે શરૂઆત કરવી સરળ રહેશે. પરંતુ મને સિસ્ટમમાં રહીને કામ કરવું પડશે. મારા પિતા હંમેશાં તેમના નિયમો પર ટકી રહ્યા છે, જે સરળ નથી. પરંતુ હું તેમના પગલે ચાલવાની કોશિશ જરૂરથી કરીશ.

મારા પિતાએ મને ક્યારેય રાજકારણમાં આવવા માટે કહ્યું નથી. તેમણે મને જે કરવું હોય તે કરવાની પરવાનગી આપી હતી. હું KRRSનો પદાધિકારી પણ નથી. પરંતુ જ્યારે મારા પિતાનું મૃત્યુ થયું તો ક્ષેત્રના લોકોએ મને ચૂંટણી લડવા માટે કહ્યું અને તેટલા માટે જ મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. કાવેરી જળ વિવાદ પર વાત કરતા દર્શને કહ્યું હતું કે, હું આ માટે કોઈને જવાબદાર માનતો નથી. આ માટે દ્વિપક્ષીય વાતચીત થવી જોઈએ. તેઓ પણ ભારતીય છએ અને ખેડૂત છે અને આપણે પણ ખેડૂત છીએ. તો આપણે એવું સમાધાન શોધવું જોઈએ જે બંનેના ફાયદામાં હોય.  

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp