કેરળ ટૂરિઝમે કર્ણાટકના ધારાસભ્યોને પોતાના રિસોર્ટમાં આમંત્રણ કેમ આપ્યું?

PC: voyagersworld.in

કેરળના ટૂરિઝમ વિભાગ મંગળવારે હાસ્યાસ્પદ સ્થિતિમાં પડી ગયું હતું. મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે જેવા જ કર્ણાટક ચૂંટણીના રિઝલ્ટના સંકેત મળ્યા કે ત્રિશંકુ વિધાનસભા બની છે અને ગઠબંધનની સરકાર બનવાની છે, કેરળ ટૂરિઝમ વિભાગે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ કરી હતી.

તેમાં ટૂરિઝમ વિભાગે કર્ણાટકના ધારાસભ્યોને કેટલોક સમય વીતાવવા માટે આમંત્રણ આપ્યું હતું. રિપોર્ટ પ્રમાણે આ ટ્વીટ એ સમયે આવી હતી, જ્યારે કર્ણાટકમાં ત્રીજા નંબર પર આવેલી JD(S) પક્ષે બીજા સ્થાન પર આવેલી કોંગ્રેસ સરકાર સાથે હાથ મિલાવવાની જાહેરાત કરી હતી. તેના પછી એ પણ અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને પાર્ટીઓ તેમના ધારાસભ્યોને ભાજપમાં જોડાવતા અટકાવવા માટે કોઈ રિસોર્ટમાં મોકલી શકે છે.

તરત જ કેરળ ટૂરિઝમે આ વાતને પકડીને ટ્વીટ કરી ધારાસભ્યોને તેમના રિસોર્ટમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. ઘણાએ તેને ભગવાનની ટ્વીટ કહ્યું હતું કારણ કે કેરળ ટૂરિઝમ વિભાગની ટેગલાઈન જ છે કે ગોડ્સ ઓન કન્ટ્રી એટલે ભગવાનનો પોતાનો દેશ.

જ્યારે કેટલાક યુઝર્સે કેરળ ટૂરિઝમ વિભાગની ઘણી મજાક ઉડાવી હતી. એક યુઝરે લખ્યું હતું કે, કેરળના ટૂરિઝમ વિભાને સારું વિચાર્યું. ફળ પાકતા જ રસ કાઢવા માટે સૌથી પહેલા તૈયાર. કેરળ સાથે સંબંધ ધરાવતા કેન્દ્રીય ટૂરિઝમ રાજ્યમંત્રી એલ્ફોન્સ પણ આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપવાથી પોતાને રોકી શક્યા ન હતા. આ ટ્વીટને 5872 વખત રીટ્વીટ કરવામાં આવી હતી, જેને 9750 લાઈક્સ મળી ચૂક્યા છે.

આ વચ્ચે કેરળ ટૂરિઝમ વિભાગને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. તેના પછી વિભાગના નિર્દેશક પી બાલા કિરણ સામે આવ્યા અને તેમણે કહ્યું હતું કે, મને હમણાં આ ટ્વીટ અંગે જાણકારી મળી છે. અને અમે તેને પાછી લઈએ છે. અને રાતે ટૂરિઝમ વિભાગે પોતાની આ ટ્વીટ ડિલીટ કરી દીધી હતી પરંતુ ત્યાં સુધી આ ટ્વીટ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp