શું કાશી વિશ્વનાથ મંદિર તોડી બનાવવામાં આવેલી મસ્જિદ? કોર્ટે જાણો શું કરવા કહ્યું

PC: thecognate.com

વારણસીના કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદના વિવાદમાં કોર્ટે પુરાતાત્વિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ આશુતોષ તિવારીએ 8 એપ્રિલ ગુરુવારના રોજ પોતાના ચૂકાદામાં કહ્યું કે, પુરાતત્વ વિભાગ 5 લોકોની ટીમ બનાવીને આખા પરિસરની સ્ટડી કરે. સરવેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

મામલો શું છે

કાશી વિશ્વનાથને 12 જ્યોતિર્લિંગોમાંથી એક માનવામાં આવે છે. અહીં મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ બાજુ-બાજુમાં છે. મંદિર પક્ષનો દાવો છે કે ઔરંગઝેબના શાસનકાળમાં કાશી વિશ્વનાથ મંદિરને તોડીને તે જ પરિસરના એક ભાગમાં જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હતી. તેમનો દાવો છે કે મંદિરના અવશેષ આજે પણ આખા પરિસરમાં મોજૂદ છે. તો અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટી અને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલા પ્રતિવાદમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્યાં મસ્જિદ અનંત કાળથી કાયમ છે.

સ્થાનીય વકીલ વિજય શંકર સ્તોગીએ ડિસેમ્બર 1991માં સિવિલ જજની અદાલતમાં તેને લઇ અરજી દાખલ કરી. તેણે સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વરના વાદ મિત્રના રૂપમાં અરજી દાખલ કરી. 2019માં ASIના વિશેષજ્ઞોને આખા મંદિર પરિસર અને મસ્જિદ પરિસરનું સરવે કરવા આગ્રહ કર્યો. જાન્યુઆરી 2020માં અંજુમન ઈંતજામિયા મસ્જિદ સમિતિએ તેનો વિરોધ કર્યો હતો. 2 એપ્રિલ 2020માં બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે તેનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. જેના પર હવે સર્વેક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ નિર્ણય પર મંદિર પક્ષ દ્વારા કોર્ટમાં પ્રાર્થન પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. નિવેદન કરવામાં આવ્યું હતું કે જ્ઞાનવાપીમાં પુરાતન વિશ્નનાથ મંદિર મોજૂદ હતું. જેને 1669માં પાડીને તેના એક ભાગ પર આ ઢાંચા બનાવવામાં આવ્યા છે. આજે પણ આ મંદિરના અવશેષ પરિસરમાં મોજૂદ છે. જ્યોર્તિલિંગને પથ્થરની પટ્ટીઓથી ઢાંકી દેવામાં આવ્યું છે. પુરાતત્વ વિભાગ તેનું ખનન કરે અને પુરાવા કોર્ટમાં રજૂ કરે. કોર્ટે સરવે કરવાનો આદેશ આપ્યો છે.

તો મસ્જિદ પક્ષના વકીલ મોહમ્મ તૌફીક ખાંએ પ્રતિક્રિયામાં કહ્યું કે, કોર્ટે સરવે કરવાનો આદેશ પાસ કર્યો છે. ચૂકાદાની કોપી વાંચ્યા પછી અમે નિર્ણય લેશું કે આગળ શું કરવાનું છે. મારું માનવું છે કે આ સ્ટેજ પર સરવે કમિશન બહાર પાડવું જોઇતું નહોતું. જોકે અમે કોર્ટના આદેશનું સન્માન કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp