કાશ્મીરી પંડિત હત્યા: PM ફક્ત જમ્મુ કેમ જાય છે? તેમણે શ્રીનગર જવું જોઈએઃ BJP MP

PC: theweek.in

ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જમ્મુ-કાશ્મીરમાં થયેલી કાશ્મીરી પંડિત રાહુલ ભટના મર્ડરને લઈને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. કાશ્મીરી પંડિતોની હાલત પર એક આખી ફિલ્મ બની છે જેને લોકોએ ખૂબ જ પસંદ પણ કરી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હજી તો થિયેટર્સમાંથી ઊતરી નથી કે એક કાશ્મીરી પંડિતને મારી નાખવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે આ ઘટનાને નજર અંદાજ કરી શકાય એમ નથી.

સુબ્રમણ્યમ સ્વામીએ એ પણ સવાલ કર્યો હતો કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ફક્ત જમ્મુની જ મુલાકાત કેમ લે છે તેમણે તુરંત શ્રીનગર જવું જોઈએ. રાહુલ ભટના અંતિમ સંસ્કાર આજે જમ્મુમાં કરવામાં આવ્યા હતા. ત્યાં ઘણાં લોકો ભેગા થયા હતા. 

નરેન્દ્ર મોદીને સવાલ કરતાં સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું હતું કે ‘મુસ્લીમ આતંકવાદીઓ દ્વારા રાહુલ ભટની જે હત્યા કરવામાં આવી છે એને નજર અંદાજ કરી શકાય એમ નથી. મોદી સરકાર હાલમાં એને હલકામાં લઈ રહી છે. સરકાર જ્યારે આ મુદ્દા પર કોઈ જવાબ નથી આપી રહી છે અને ડરીને ચૂબ બેસી છે ત્યારે હિન્દુત્વની વાત કરવાનો શો ફાયદો. PM મોદી ફક્ત જમ્મુ જ  કેમ જાય છે તેણે તરત જ શ્રીનગર જવું જોઈએ.’

બડગામના રાજસ્વ વિભાગમાં રાહુલ ભટ કલર્કની નોકરી કરતો હતો અને તેની ઉંમર 35 વર્ષની હતી. ગુરુવારે બે આતંકીઓએ ગોળી મારીને તેની હત્યા કરી હતી. નજરે જોનારનું કહેવું છે કે કાશ્મીરી પંડિત રાહુલને છાતી પર ત્રણ ગોળી વાગી હતી.

આ વિશે રાહુલના પિતાએ કહ્યું હતું કે ‘રાહુલ ભટ કોણ છે એ પૂછ્યા બાદ આતંકીઓએ તેની ઓફિસમાં જઈને ગોળી મારી હતી. આંતકવાદીઓએ પૂછ્યું કે કોણ છે રાહુલ ભટ તો તેણે કહ્યું હતું કે હું છું રાહુલ ભટ શું કામ છે અહીં આવી જાઓ. ત્યાર બાદ આંતકીઓએ બંદુક કાઢીને તેને ગોળી મારી દીધી હતી.’

શ્રીનગરથી તેમને કોઈ મદદ કરવામાં નથી આવી. ડીસી અથવા તો એસપી પણ આ વિશે કોઈ જવાબ આપે અથવા તો કંઈ કમેન્ટ કરે એની તેની ફેમિલી રાહ જોઈ રહી છે. પોલિસનું કહેવું છે ક આંતકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું સંગઠનધ રેઝિસ્ટેંસ ફ્રંટ ક્શમીરમાં ટાર્ગેટ કિલિંગ કરી રહ્યું છે. આ કિલિંગમાં પ્રવાસી, મજૂર, માઇનોરિટી કમ્યુનિટીના વ્યક્તિઓ અને ઓફ ડ્યુટી પોલિસને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp