કેજરીવાલે મોહન ભાગવતને પત્ર લખીને કેમ કહ્યું કે- શું BJP માટે RSS વોટ માંગશે?

PC: facebook.com/AAPkaArvind

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ રાજકીય લડાઈ તેની ચરમ સીમા પર છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ CM અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતને પત્ર લખ્યો છે. પત્રમાં કેજરીવાલે મોહન ભાગવતને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વચ્ચે પત્ર યુદ્ધ ચાલી રહ્યું છે.

કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે, મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા છે કે, RSS દિલ્હીમાં BJP માટે વોટ માંગશે? આ પહેલા લોકો તમારી પાસેથી જાણવા માંગે છે કે, પાછલા દિવસોમાં BJP દ્વારા કરવામાં આવેલા ખોટા કામો અંગે શું સંઘ તેનું સમર્થન કરે છે?

કેજરીવાલે સવાલ કર્યો છે કે, BJPના નેતાઓ ખુલ્લેઆમ પૈસા વહેંચીને વોટ ખરીદી રહ્યા છે, શું RSS આ વોટ ખરીદવાનું સમર્થન કરે છે? કેજરીવાલે કહ્યું છે કે, ગરીબો, દલિતો, પૂર્વાંચલીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના મતોને ઘટાડવાના પ્રયાસો મોટા પાયા પર થઈ રહ્યા છે, જ્યારે આ લોકો ઘણા વર્ષોથી દિલ્હીમાં રહે છે, આવી સ્થિતિમાં શું RSS એવું વિચારે છે કે, આવું કરવું ભારતીય લોકશાહી માટે સારું છે?

AAP કન્વીનરે છેલ્લે પૂછ્યું છે કે, શું તમને નથી લાગતું કે BJP આ રીતે ભારતીય લોકતંત્રને કમજોર કરી રહ્યું છે?

સોમવારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કરે BJP પર આરોપ લગાવ્યો હતો કે, શાહદરા વિધાનસભા ક્ષેત્રમાં BJPના નેતા વિશાલ ભારદ્વાજે મતદારોના નામ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં, નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં BJPના પૂર્વ સાંસદ પરવેશ વર્મા પર વોટ માટે પૈસાની વહેંચણીના આરોપોને લઈને દિલ્હીના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

કેજરીવાલે દાવો કર્યો છે કે, BJP દિલ્હીની મતદાર યાદીઓમાં છેડછાડ કરી રહી છે. દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવા જઈ રહી છે.

હાલમાં જ LG VK સક્સેનાએ એક પત્ર લખીને કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે CM આતિશીનું અપમાન કર્યું છે અને તેમને અસ્થાયી CM કહ્યા છે. CM આતિશીએ તેમના પત્ર પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે એક પત્ર પણ લખ્યો હતો, જેમાં કહ્યું હતું કે LGએ ગંદી રાજનીતિ કરવાને બદલે દિલ્હીના ભલા વિશે વિચારવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp