10 મહિનાથી પગારની રાહ જોતા BSNLના કર્મચારીએ ઓફિસમાં જ કરી લીધી આત્મહત્યા

PC: etb2bimg.com

વર્ષોથી ખોટમાં ચાલી રહેલી સરકારી ટેલિકોમ કંપની BSNLના કર્મચારીએ આત્મહત્યા કરી છે. મૃતકનું નામ રામકૃષ્ણન છે, જે કેરળના મલ્લપુરમ સ્થિત BSNL ઓફિસમાં સફાઇ કામ કરતો હતો. આત્મહત્યા કરનાર રામકૃષ્ણન છેલ્લા 20 વર્ષથી કંપની સાથે સંકળાયેલો હોવાની માહિતી પણ સામે આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેને 10 મહિનાથી પગાર મળ્યો નથી. રામકૃ્ષ્ણનને ઓફિસમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હોવાનો અહેવાલ છે.

BSNL દ્વારા પગાર નહીં ચૂકવવાનો વિરોધ કરી રહેલા કર્મચારી સંઘે આક્ષેપ કર્યો છે કે રામકૃષ્ણન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. 52 વર્ષીય રામકૃષ્ણન BSNLમાં કેઝ્યુઅલ કર્મચારી હતો અને તેણે ગુરુવારે સવારે નીલમ્બર સ્થિત BSNL ઓફિસમાં આત્મહત્યા કરી હતી. છેલ્લા 30 વર્ષથી તે કોન્ટ્રાક્ટ પર અહીં કર્મચારી હતો. રામકૃષ્ણન 30 વર્ષ પહેલાં ટેલિકોમ ઓથોરિટીમાં હાઉસ કિપીંગ સ્ટાફ તરીકે જોડાયો હતો.

ઉલ્લેખનીય છે કે BSNL દ્વારા તેમની સબ કંપનીઓને પણ પેમેન્ટ ચુકવવામાં આવ્યા નથી. સરકારે એક પગલામાં એમટીએનએલને BSNLમાં મર્જ કરવાની કાર્યવાહી કરીને એક પેકેજની જાહેરાત કરી હતી. કંપનીઓના કર્મચારીઓને તો પગારની ચૂકવણી અને વીઆરએસ લેવા માટે કહી દેવામાં આવ્યું છે પરંતુ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને પણ પગાર ચૂકવવામાં આવ્યા નથી જેને લઇને ઘમાં સંગઠનો વિરોધ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp