7 વર્ષ પહેલા રાખ્યું હતું દુકાનનું નામ કોરોના, હવે થયો ફાયદો!

PC: navbharattimes.indiatimes.com

આજે આખું વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. કોરોના વાયરસના કારણે લોકોએ ખૂબ જ સાવધાની રાખવી પડી રહી છે, અને બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું પડે છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડે છે. આ જીવલેણ કોરોના વાયરસે અત્યાર સુધી 5 કરોડ 40 લાખથી વધારે લોકોને પોતાના ભરડામાં લીધા છે જ્યારે 13 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કોરોનાના કારણે આ વર્ષ આખા વિશ્વ માટે નઠારું સાબિત થયું છે. ત્યારે કોરોનાના નામથી એક વ્યક્તિને ફાયદો થયો છે. આ વ્યક્તિએ 7 વર્ષ પહેલા પોતાની દુકાનનું નામ ‘કોરોના’ રાખ્યું હતું. ત્યારે તેને એવું અનુમાન પણ નહોતું કે આ શબ્દના કારણે આખું વિશ્વ એક દિવસે ડગમગશે. હવે એ વ્યક્તિની દુકાને તેના નામના કારણે ઓળખ બનાવી છે.

કોરોના વાયરસ માહમારી બાદ કોરોના શબ્દ અબાલ વૃદ્ધો એમ દરેકની જીભ પર છે. દુનિયાભરમાં ફેલાયેલી આ મહામારીના 7 વર્ષ પહેલા કેરળની એક વ્યક્તિએ પોતાની દુકાનનું નામ ‘કોરોના’ રાખ્યું હતું. જોકે હવે આ દુકાન પોતાના સામાનના કારણે નહીં પરંતુ, નામના કારણે મોટાભાગના લોકોનું ધ્યાન ખેચી રહી છે. કોટ્ટયમનો જોર્જ આ દુકાનનો માલિક છે. તેણે 7 વર્ષ પહેલા પોતાની દુકાનનું નામ કોરોના રાખ્યું હતું, પરંતુ તેને જરા પણ અનુમાન નહોતું કે એક દિવસે આ નામથી દુનિયા ગભરાશે અને તેની દુકાન જાણીતી થઈ જશે. તેનું કહેવું છે કે કોરોના મહામારી બાદ તેની દુકાનમાં લોકો આવવા લાગ્યા છે. જોર્જ જણાવે છે કે કોરોના એક લેટિન શબ્દ છે, જેનો અર્થ ક્રાઉન (તાજ) થાય છે. મેં 7 વર્ષ પહેલા આ દુકાનનું નામ રાખ્યું હતું. હવે એ નામ તેના વેપાર માટે સારું સાબિત થઈ રહ્યું છે. એ દુકાનમાં તમને કિચન, વાર્ડરોબનો સમાન, પ્લાન્ટ અને પોટ મળી જશે.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની અત્યાર સુધી કોઈ દવા કે વેક્સીન નથી શોધાઈ, પરંતુ હા કેટલાક દેશ કોરોનાની વેક્સીન બનાવી લીધી હોવાનો દાવો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા અમેરિકાએ પોતાની કોરોના વેક્સીન 90 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો હતો, તો રશિયાએ પોતાની કોરોના વેક્સીન 92 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો છે. તો કોરોના વાયરસને લઈને સીરમ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ અદાર પુનાવાલાએ કહ્યુ હતું કે, ‘બ્રિટનમાં જેવી જ નિયમકોની મંજૂરી મળશે, કે અમે ભારતમાં પણ એપ્લાઈ કરીશું. પહેલા ઇમરજન્સીમાં ઉપયોગ થશે. સામાન્ય લોકોને વેક્સીન મળવામાં 3-4 મહિનાનો સમય લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp