કોણ છે આ IAS? જેને માત્ર 6 દિવસમાં જ DMના પદ પરથી હટાવી દેવામાં આવ્યા

PC: dnaindia.com

કેરળના એક IASને માત્ર 6 દિવસમાં જ DM પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. વાસ્તવમાં 3 વર્ષ પહેલા એક પત્રકારના મોતના કેસમાં IASને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કારણથી DM પોસ્ટ પર હાજર થતાં જ લોકોએ વિરોધ શરૂ કરી દીધો હતો. અંતે કેરળ સરકારે તેમને DM પદ પરથી હટાવી દીધા.

અલપ્પુઝા જિલ્લા કલેક્ટર તરીકે IAS શ્રીરામ વેંકિટરમનની નિમણૂકને લઈને ઉગ્ર પ્રદર્શન થયું હતું. ત્યારબાદ કેરળ સરકારે પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે.

આરોપ છે કે IAS શ્રીરામ વેંકિટરમને નશામાં ધૂત વાહનથી એક પત્રકારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મલયાલમ અખબાર સિરાજના બ્યુરો ચીફ કેએમ બશીરનું મોત થયું હતું.

3 ઓગસ્ટ 2019ના રોજ બનેલી આ ઘટનામાં IAS શ્રીરામ વેંકિટરમનને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. હવે તાજેતરમાં જ તેમની અલપુઝા જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ એક સપ્તાહમાં જ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

IAS શ્રીરામ વેંકિટરમન સામે પત્રકારોનું સંગઠન, ઘણા મુસ્લિમ સંગઠનો, યુથ કોંગ્રેસ અને અન્ય ઘણા સંગઠનો વિરોધ કરી રહ્યા હતા. IASને હવે કેરળ સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર બનાવવામાં આવ્યા છે.

અગાઉ 24 જુલાઈના રોજ તેમની જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને તેઓએ 26 જુલાઈના રોજ હાજર થયા હતા. 1 ઓગસ્ટના રોજ તેમને આ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.

કેરળ સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, 2015 બેચના IAS અધિકારી VRK તેજા મેલાવરાપુ હવે અલપુઝા જિલ્લા કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળશે. આ પહેલા તેઓ અનુસૂચિત જાતિ વિકાસ વિભાગના ડાયરેક્ટર હતા.

3 ઓગસ્ટ 2019 ના રોજ મોડી રાતની પાર્ટી પછી IAS શ્રીરામ વેંકિટરમન તેમના મિત્ર વહા ફિરોઝની સાથે કાર દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. આ કાર વહા ફિરોઝની જ હતી. IAS ફોન પર વાત કરતા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

આરોપ છે કે ઘટના પછી, જ્યારે પોલીસકર્મીઓને ખબર પડી કે આરોપી એક IAS અધિકારી છે, તો તેઓએ રોડ અકસ્માત પછી જરૂરી મેડિકલ ટેસ્ટમાં વિલંબ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે IAS શ્રીરામ વેંકિટરમન 2012ની UPSC પરીક્ષાના બીજા નંબરના ટોપર છે. તેણે મેડિકલનો અભ્યાસ પણ કર્યો છે.

અગાઉ IAS શ્રીરામ વેંકિટરમને ઇડુક્કી જિલ્લાના દેવીકુલમમાં સબ-કલેક્ટર તરીકે કામ કરતી વખતે જમીન માફિયા પર કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તેમણે CPI(M) ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ બાબતે ઘણો વિવાદ થયો હતો. આ પછી, દેવીકુલમમાં તેમનો કાર્યકાળ પૂરો કરતા પહેલા તેમની બદલી કરવામાં આવી હતી.

વર્ષ 2020મા, કેરળ સરકારે IAS શ્રીરામ વેંકિટરમનનું સસ્પેન્શન રદ કર્યું હતું. આ પછી IAS શ્રીરામ વેંકિટરમનને આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા. આ નિર્ણયનો પણ ભારે વિરોધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp