રસ્તો બનાવવા માટે ચાલી રહ્યું હતું ખોદકામ, મળી ખિલજી સમયની 700 વર્ષ જૂની સુરંગ

PC: hindustantimes.com

દિલ્હીમાં જૂના કિલ્લામાં ખોદકામ પર ચર્ચા ચાલી રહી છે, આ દરમિયાન રાજધાનીમાં વધુ એક પ્રાચીન ધરોહર ખોદકામમાં સામે આવી છે. તે 700 વર્ષ જૂની સુરંગ છે જે ખિલજીના સમય સાથે જોડાયેલી છે અને ખિલજીની સુરંગ ક્યાંક જઈ રહી છે. ASIએ સુરંગ મળવાની પુષ્ટિ કરી છે. દિલ્હીના સિરી ફોર્ટ ચિલ્ડ્રન મ્યૂઝિયમ સામે ખોદકામ કરતા આ સુરંગ સામે આવી છે. તેની નીચે રસ્તો અને તહખાનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ASI તેના ઇતિહાસની વધુ જાણકારી ભેગી કરી રહી છે.

દિલ્હીના સિરી ફોર્ટ ચિલ્ડ્રન મ્યૂઝિયમ સામે ખોદકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન કામમાં લાગેલા લોકોને એક નાનકડી સુરંગ નજરે પડી. લગભગ 2 મહિના અગાઉ ચિલ્ડ્રન મ્યૂઝિયમ સામે રસ્તો બનાવવા માટે ખોદકામ કરવાનુ ચાલુ હતુ. રસ્તા માટે મ્યૂઝિયમ આગળ એક નંદિની પહાડી હતી, જેને તોડીને રોડનું નિર્માણ થઈ રહ્યું હતું. જેમ જેમ ખોદકામ કરવામાં આવ્યું તેમ-તેમ નંદિની પહાડી નીચે એક છુપાયેલી સુરંગ સામે આવી ગઈ. તેની બાબતે આર્કિયોલોજીકલ સરવે ઓફ ઈન્ડિયા (ASI)ને જણાવવામાં આવ્યું છે.

સુરંગ બાબતે જાણકારી મળતા જ ASIએ મ્યૂઝિયમ સામે ચાલી રહેલા કામને તાત્કાલિક રોકી દીધું અને પછી સુરંગ બાબતે જાણકારી મેળવવાની શરૂઆત કરી દીધી. ASIનું કહેવું છે કે, આ સુરંગ 13મી સદી એટલે કે ખિલજી વંશના સમયની છે. હાલમાં ASIએ આ સુરંગના ખોદકામ પર થોડા સમય માટે રોક લગાવી દીધી છે. આ ગુપ્ત સુરંગ બાબતે વધુ જાણકારી મેળવવા માટે તેના પર આગળ વધુ રિસર્ચ કરવામાં આવશે.

જાણકારી મેળવવામાં આવશે કે આ સુરંગ કેટલી લાંબી, કેટલી ઊંડી છે. સાથે જ તેમાં ક્યાંથી ક્યાં સુધીનો રસ્તો છે. ખિલજીના સમયની આ સરંગનું શું રહસ્ય છે અને એ ત્યારે શા માટે બનાવવામાં આવી હશે. તસવીરોમાં જોઈએ તો સુરંગનો આગળનો હિસ્સો અત્યાર સુધી કરવામાં આવેલા ખોદકામમાં દેખાઈ રહ્યો છે. સુરંગને એટલી મોટી બનાવવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી તેમાં પ્રવેશી શકે છે.

તે નીચે માટી છે અને અત્યારે આગળના ખોદકામમાં જાણકારી મળશે કે આ કોઈ રસ્તો છે કે નીચે કોઈ તહખાનું હશે.દિલ્હીમાં ઘણી એવી ઇમારતો છે, જેનો પોતાનો એક જૂનો ઇતિહાસ છે. ધીરે ધીરે સમય સાથે કેટલીક વસ્તુઓ સામે આવતી રહે છે જે ઘણા વર્ષોનો ઇતિહાસ પોતાની સાથે જમીન નીચે દફનાયેલો હોય છે. સિરી ફોર્ટમાં મળેલી સુરંગ ઐતિહાસિક ઇમારત અને ગુફાઓમાંથી એક છે. જે લોકો ચિલ્ડ્રન મ્યૂઝિયમ ફરવા અને જોવા માટે આવશે તેઓ આ સુરંગને પણ સરળતાથી જોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp