NRC મુદ્દે બોલ્યા ઓમ માથુર, દેશને ધર્મશાળા નહીં બનવા દઈએ

PC: facebook.com/pg/ommathurbjp

BJPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુરે NRC મુદ્દે મોટું સ્ટેટમેન્ટ આપતા જણાવ્યું હતું કે, તેઓ દેશને ધર્મશાળા નહીં બનવા દે. સમગ્ર દેશમાં NRC લાગુ થશે. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને ડિબેટ કરવી હોય તો તેઓ કરે. હું મારા સાધારણ કાર્યકર્તાને તેમની સામે બેસાડી દઈશ. સારું છે તેઓ ડિબેટ કરે. કોઈને પણ મોકલે તેઓ. તેમનામાં ડિબેટ કરવાની ક્ષમતા નથી. સદન ન ચાલવા દીધી. સૌથી મોટું દુર્ભાગ્ય તો એ છે કે, તેઓ પોતાના પરિવાર પ્રત્યે પણ વફાદાર નથી. NRCનો જે વિષય છે, દુનિયામાં કોઈ એવી જગ્યા નથી, જ્યાં ઘૂષણખોર આવીને પોતાનો સ્થાયી નિવાસ બનાવી લે.

ઘૂષણખોરોને પ્રોબ્લેસ આપણા સમગ્ર દેશના નાગરિકો ભોગવી રહ્યા છે. કોઈ મોટું શહેર કે રાજ્ય એવું નથી, જ્યાં બાંગ્લાદેશી ઘૂષણખોરો નથી. NRCનું બીજ ભારતીય જનતા પાર્ટીએ નથી નાખ્યું. NRCની શરૂઆત ઇન્દિરા ગાંધીએ કરી અને તેનું બીજ નાખ્યું રાજીવ ગાંધીએ. રાહુલ ગાંધીના પિતાએ આ બીજ નાખ્યું છે. પરંતુ તેમનામાં હિંમત નહોતી. 10 વર્ષ તેમને પણ રાજ કરવાની તક મળી હતી. તેમનામાં હિંમત હોત તો 10 વર્ષમાં તેઓ NRC લાગુ કરત. પરંતુ BJP સરકારે NRCને લાગુ કરવાની હિંમત દર્શાવી છે.

તેમણે NRC વિશે વધુમાં જણાવ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે, 2019મા અમે ચૂંટણી જીતવાના છીએ અને NRC સુપ્રીમ કોર્ટના ડાયરેક્શનમાં ફક્ત આસામમાં જ છે. પરંતુ હું તમને એક પાર્ટીના જવાબદાર પદાધિકારી તરીકે જણાવી દઉ કે અમે NRC સંપૂર્ણ દેશમાં લાગુ કરીશું. દેશને ધર્મશાળા નહીં બનવા દઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp